રાજકોટના મેયર બિનાબેન આચાર્યનો કાલે જન્મદિન

07 November 2018 05:04 PM
Rajkot
  • રાજકોટના મેયર બિનાબેન આચાર્યનો કાલે જન્મદિન

Advertisement

રાજકોટ તા.7
પ્રજાને મદદરૂપ થવાની ભાવના સદાય હસમુખો ચહેરો તેમજ ખુબ જ લોકચાહના ધરાવતા મેયર અને વોર્ડ નં.10ના કોર્પોરેટર બિનાબેન જયેન્દ્રભાઈ આચાર્યનો આવતીકાલ તા.8/11/2018ના રોજ જન્મદિવસ છે.
જાહેર જીવન સાથે વર્ષોથી સંકળાયેલા બિનાબેન આચાર્ય મહાનગરપાલિકાના વોર્ડ નં.2ના કોર્પોરેટર તરીકે ચુંટાયેલ. હતા. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે અને બાદમાં મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં સભ્યપદ સંભાળેલ હતું.
હાલમાં તા.15/6/2018થી તેઓ રાજકોટનામેયર તરીકેની જવાબદારી વહન કરી રહ્યા છે. રાજકોટ શહેર આંતરમાળખાકીય, સામાજિક, સાંસ્કૃતિક સહિતના તમામ ક્ષેત્રોમાં પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે. શહેરનો સર્વાંગી વિકાસ થાય તે તેમનું લક્ષ્ય છે. મેયર બિનાબેન આચાર્ય (મો.98982 11606)ને તેમના જન્મદિન નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છા અપાઇ રહી છે.


Advertisement