વિરાણી હાઈસ્કૂલમાં દિવાળીની અનોખી ઉજવણી

07 November 2018 05:04 PM
Rajkot
Advertisement

વિરાણી હાઈસ્કૂલના વિધાથીૅઅો દ્વારા દિવાળીની અનોખી પરંપરાગત રીતે ઉજવણી કરવામાં અાવી. વિધાથીૅઅો દ્વારા ''અેક મીઠી ધાન યોજના'' દ્વારા પોતાના ઘેરથી ઘઉં, ચોખા, ખીચડી, બાજરો, ચણા, દાળ,તલ, જેવું ૭૦૦ કિલો અનાજ લાવી શાળામાં અપૅણ કરવામાં અાવ્યું અને અેકઠુ થયેલુ અા અનાજ સેવાકીય સંસ્થાઅો જેવી કે રોબીન હુડ ગ્રુપ, સી.જે.ગ્રપની મદદથી રાજકોટ શહેરના સ્લમ વિસ્તારમાં દિવાળી તથા નૂતન વષૅના દિવસે વિતરણ કરવામાં અાવશે. અા ઉપરાંત વિધાથીૅઅો પયાૅવરણ તથા પૈસા બચાવવાના હેતુથી ફટાકડા ન ફોડવાની શપથ લઈ પયાૅવરણ જાળવણીમાં મદદરૂપ થશે. બચત કરેલ પૈસા પોતાના બેંક અેકાઉન્ટમાં જમા કરાવશે.


Advertisement