લોકસભામાં કોંગ્રેસની બેઠકો 44થી વધીને 49 છતાં ‘વિપક્ષીપદ’ હજુ દૂર

07 November 2018 04:43 PM
India
  • લોકસભામાં કોંગ્રેસની બેઠકો 44થી વધીને 49 છતાં ‘વિપક્ષીપદ’ હજુ દૂર

Advertisement

નવી દિલ્હી તા.7
2014ની લોકસભા ચૂંટણીમાં માત્ર 44 બેઠકો જીતી શકનાર કોંગ્રેસને છેલ્લા 53 મહિનામાં આંશિક રીતે ઘણી રાહત થઈ હોય તેમ કોંગ્રેસી સાંસદોની સંખ્યા હવે 49 સુધી પહોંચી ગઈ છે. જો કે, હજુ ‘વિરોધપક્ષ’ તરીકેનો અધિકૃત-સતાવાર દરજજો મળે તેમ નથી. કારણ કે તે માટે 54ની સંખ્યા જરૂરી છે.
લોકસભાની 2014ની સામાન્ય ચૂંટણી પછી અત્યાર સુધીમાં 16 પેટાચૂંટણી થઈ હતી જેમાં સૌથી વધુ સાંસદ ભાજપના ઘટયા હતા. શાસક પક્ષ ભાજપે 2014 પછી અત્યાર સુધી 10 સાંસદ ગુમાવ્યા છે. કોંગ્રેસે પાંચ સીટો છીનવી છે. 282 સાંસદોની સાથે વિજય મેળવનાર ભાજપ કર્ણાટકની હાર બાદ 272 પર આવી ગયો છે. સંસદના કુલ 543 સાંસદોના આધારે ભાજપ અત્યારે એકલા હાથે બહુમતીનો જાદુઈ આંકડો ધરાવે છે. પરંતુ વર્તમાનમાં સાંસદોની સંખ્યા 532 થવાના કારણે રાહત અનુભવે છે. કોંગ્રેસ માટે બેલ્લારી સીટ પર વાપસી દક્ષિણ ભારતમાં તેની વાપસીના શુભ સંકેત છે. એક સમય બેલ્લારી સીટને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. પરંતુ ખાણખનીજના કારોબારી રેડ્ડી ભાઈઓ ભાજપ સાથે જોડાવાના કારણે ત્યાં ભાજપનો પક્ષ મજબૂત બન્યો હતો. કોંગ્રેસે 14 વર્ષના વનવાસ બાદ બેલ્લારી સીટ પર વાપસી કરી છે.
કોંગ્રેસના ઉમેદવાર વી.એસ.ઉગ્રપ્પાને રેકોર્ડ પાંચ લાખથી વધુ મત મળ્યા હતા અને બે લાખથી વધુ મતની સરસાઈથી જીત મેળવી હતી. કોંગ્રેસે મધ્યપ્રદેશની રતલામ, પંજાબની ગુરુદાસપુર, રાજસ્થાનના અજમેર અને અલવરની સાથે બેલ્લારીની સીટો પેટાચૂંટણીમાં જીતી છે. બેલ્લારીની સાથે કર્ણાટક પેટાચૂંટણીના પરિણામો જોઈએ તો જોડાણની રાજનીતિ મજબૂત બની છે. જો કે બેલ્લારી ઉપરાંત કોંગ્રેસે અન્ય ચાર પેટાચૂંટણી પોતાના દમ પર એકલા હાથે જીતી હતી.
કર્ણાટકની પેટાચૂંટણીના પરિણામો કોંગ્રેસનો જુસ્સો આપશે. પ્રવકતા મનીષ તિવારીએ જણાવ્યું કે પરિણામે દેશનો મૂડ બદલાઈ ગયાના સંકેત છે. તિવારીએ તેને નાની દિવાળી અને કાલીમાંનું પૂજનથી જોડીને કહ્યું કે કર્ણાટકના શુભ સમાચાર જણાવે છે કે ત્યાંના લોકોને નકારાત્મક શક્તિઓનો વધ કર્યો છે.


Advertisement