અમેરિકી ચૂંટણીમાં હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ પર ડેમોક્રેટીક કબ્જો: સેનેટમાં ટ્રમ્પ કાર્ડ ચાલ્યુ

07 November 2018 04:08 PM
India
  • અમેરિકી ચૂંટણીમાં હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ પર ડેમોક્રેટીક કબ્જો: સેનેટમાં ટ્રમ્પ કાર્ડ ચાલ્યુ

અમેરિકાના સૌથી વિવાદાસ્પદ ગણાતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સંસદમાં બેલેન્સ જેવી સ્થિતિ

Advertisement

વોશિંગ્ટન તા.7
અમેરિકામાં હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ, સેનેટ તથા 36 રાજયોના ગવર્નરની યોજાયેલી ચૂંટણીમાં એક તરફ વિપક્ષ ડેમોક્રેટીક પક્ષે 435 સભ્યોના હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ પર કબ્જો કર્યો છે. જયારે નીચલા ગૃહ તરીકે
ઓળખાતા અમેરિકી સેનેટમાં ડોનાલ્ડ ટ્રમ્પની રીપબ્લીકન પાર્ટીએ તેની બહુમતી યથાવત રાખી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2016માં ચુંટાયા બાદ તેમની ટર્મની સૌથી મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. પરંતુ અમેરિકી મતદારોએ ટ્રમ્પની આર્થિક નીતિને પસંદ કરી છે.
દર બે વર્ષે અમેરિકી હાઉસ રીપ્રેઝન્ટેટીવના 435 સભ્યોની ચૂંટણી યોજાઈ છે જયારે સેનેટના 100 સભ્યોમાંથી 33 ટકા સભ્યોની દર બે વર્ષે ચૂંટણી યોજાઈ છે જે અમેરિકી રાજકારણમાં મહત્વની ગણવામાં આવે છે અને તેમાં ગઈકાલે પ્રેસીડેન્ટ ઈલેકશન કરતા પણ વધુ મતદાન કર્યુ હતું. સેનેટમાં રીપબ્લીકન પાર્ટીને 51 અને ડેમોક્રેટીક પાર્ટીને અત્યાર સુધીમાં 42 બેઠકો મળી છે જયારે બે બેઠકો પર અન્ય પક્ષો ચૂંટાયા છે. જયારે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ 435 બેઠકોમાં 396ના પરિણામ આવ્યા છે અને તેમાં ડેમોક્રેટીક પાર્ટીએ 207 બેઠકો મેળવી છે જયારે રીપબ્લીકન પાર્ટીને 189 બેઠક મળી છે. સેનેટની પાંચ બેઠકોના પરિણામ હજુ બાકી છે. પરંતુ રીપબ્લીકન પાર્ટીએ જે રીતે આ બહુમતી મેળવી છે તેને કારણે અમેરિકી સંસદમાં મહત્વના સેનેટમાં શાસક પક્ષની બહુમતીએ ટ્રમ્પ માટે રાહત સર્જી છે. તમામ અમેરિકી નિયુક્તિઓ જેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓનો પણ સમાવેશ થાય છે જેમાં સેનેટની મંજુરી જરૂરી છે અને આ રીતે ટ્રમ્પ દ્વારા કરાતી નિયુક્તિને બહાલી મળશે જયારે બીજી તરફ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવમાં વિપક્ષની બહુમતીથી ટ્રમ્પના આરોગ્ય સહિતના કાર્યક્રમોને હવે થોડી ટફ સ્થિતિનો સામનો કરવો પડશે.


Advertisement