મોદીએ ભારત-ચીન સરહદ પર જવાનો સાથે દિપાવલી મનાવી: કેદારનાથ ધામના દર્શન કર્યા

07 November 2018 04:05 PM
India
  • મોદીએ ભારત-ચીન સરહદ પર જવાનો સાથે દિપાવલી મનાવી: કેદારનાથ ધામના દર્શન કર્યા

વધુ એક વખત જવાનો સાથે દિપાવલી મનાવતા વડાપ્રધાન: મીઠાઈ વહેંચી

Advertisement

નવી દિલ્હી તા.7
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિપાવલીના તહેવાર ઉતરાખંડમાં ભારત-ચીન સરહદ પર બર્ફીલા પહાડો પર ફરજ બજાવતા મહાર રેજીમેન્ટના જવાનો સાથે વિતાવી હતી અને બાદમાં પવિત્ર કેદારનાથ ધામના દર્શન કર્યા હતા. મોદીએ અગાઉ ટવીટ કરીને દેશના લોકોને દિપાવલીની શુભેચ્છા આપી હતી અને બાદમાં તેઓ ઉતરાખંડ માટે રવાના થયા હતા જયાં રાજયના મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોએ મોદીનું સ્વાગત કર્યુ હતું. મોદી હવાઈદળના ખાસ વિમાન મારફત ભારત-ચીન સરહદ પરના મહાર રેજીમેન્ટના મથક પર ગયા હતા અને અહી જવાનોને મીઠાઈ આપી હતી અને તેમની સાથે સંવાદ કરીને જવાનોની બહાદુરીની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને આ ઉપરાંત કેદારનાથ ધામ ખાતે પહોંચીને ભગવાન શિવના દર્શન કર્યા હતા. ગત દિપાવલી સમયે પણ મોદીએ કેદારનાથ ધામ ગયા હતા. મોદી અગાઉ વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ દિપાવલી
સીયા ચીન સરહદ પર જવાનો સાથે વિતાવી હતી.


Advertisement