શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છા સાથે સંકલ્પ આપતા અધિકાર-પદાધિકારીઓ

07 November 2018 03:55 PM
Jamnagar
  • શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છા સાથે સંકલ્પ આપતા અધિકાર-પદાધિકારીઓ
  • શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છા સાથે સંકલ્પ આપતા અધિકાર-પદાધિકારીઓ
  • શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છા સાથે સંકલ્પ આપતા અધિકાર-પદાધિકારીઓ
  • શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છા સાથે સંકલ્પ આપતા અધિકાર-પદાધિકારીઓ
  • શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છા સાથે સંકલ્પ આપતા અધિકાર-પદાધિકારીઓ
  • શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છા સાથે સંકલ્પ આપતા અધિકાર-પદાધિકારીઓ
  • શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છા સાથે સંકલ્પ આપતા અધિકાર-પદાધિકારીઓ
  • શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છા સાથે સંકલ્પ આપતા અધિકાર-પદાધિકારીઓ
  • શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છા સાથે સંકલ્પ આપતા અધિકાર-પદાધિકારીઓ

સાંજ સમાચાર સમક્ષ દિવાળીની ઉજવણીના રાઝ ખોલતા જિલ્લા પોલીસવડા, મેયર જેઠવા, ધારાસભ્ય હકુભા સહીતના આગેવાનો: સ્વચ્છતા, સલામતી અને પાણી બચાવોના સંકલ્પ લઇ જિલ્લાના લોકો નવા વર્ષે સહકાર આપે

Advertisement

દિવાળી એટલે પ્રકાશનું પર્વ દિવડાઓની માફક હવે ઘર કે ધંધાના સ્થળની ઇમારતોને રોશનીથી ઝળહળા કરવામાં આવે છે. શહેર ઉપરાંત હાઇ-વે ઉપર આવેલી હોટલોને પણ રોશની કરવામાં આવી છે.
200 ગરીબ બાળકો સાથે કરીશું દિવાળીની આતશબાજી, લોકો ઉજવણી સલામતીપુર્વક કરે તે જરૂરી: એસ.પી.
જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થામાં ફિલ્મી હીરો સીંઘમ સાબીત થઇ રહેલા જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દિવાળી, નુતનવર્ષ જામનગરમાં ઉજવવાનું છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આજે ઝૂંપડપટ્ટીમાં વસતા 200 થી વધુ બાળકો સાથે ફુલઝર, કોઠી અને ફટાકડા ફોડી નવતર ઉજવણી કરીશું જેમાં પોલીસ પરિવારના સદ્દસ્યો પણ હાજર રહેશે. જે ગરીબ બાળકો અન્ય લોકોને ફટાકડા ફોડતા જોઇ નિરાશા અનુભવતા હોય છે તેવા 200 બાળકો પોતે પણ પોલીસ ગ્રાઉન્ડમાં આ દિવાળી પર ફટાકડા ફોડશે. શહેરીજનો અને જિલ્લાના દરેક લોકોને દિવાળીની શુભકામના પાઠવતા જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે જણાવ્યું હતું કે ઉલ્લાસની ઉજવણી થાય તે જરૂરી છે. પણ સાથોસાથ સલામતી જાણવવી પણ જરૂરી છે, ફટાકડા ફોડતા સમયે બાળકોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તેમજ સમગ્ર વર્ષ દરમ્યાન જિલ્લાની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં પોલીસને સહકાર આપે તેવી અપીલ પણ તેઓએ કરી હતી.
દિવાળીની સાદાઇથી ઘરના સદ્દસ્યો સાથે ઉજવણી શહેરીજનો વિકાસના કામમાં સહકાર આપે: મેયર
જામનગર મહાનગરપાલિકામાં સતત બીજી વખત મેયરપદ મેળવનાર સ્પષ્ટવકતા એવા હસમુખભાઇ જેઠવાએ દિવાળી અંગે સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષોથી દિવાળી, નુતનવર્ષનો તહેવાર સાદાઇથી પરિવારજનો સાથે ઉજવું છું અને આજે પણ કુટુંબના સદ્દસ્યો સાથે ઉજવણી કરી રહ્યો છું આજના દિવસે શહેરીજનોને એક જ સંદેશો છે કે સરકારના વિકાસના કામોમાં સહકાર આપે અને મહાનગરપાલિકાના પ્રજાલક્ષી કામોમાં તેમનું યોગદાન આપે તેવી અપેક્ષા છે.
પરિવારજનો સાથે આતશબાજી કરીને ઉજવશું દિવાળી, સર્વધર્મ સમભાવથી બધા લોકો ઉત્સવ મનાવે: ડી.ડી.ઓ.
જામનગર જિલ્લા પંચાયતમાં મહિલા જિલ્લા વિકાસ અધિકારીની ફરજ બજાવતા યુવા મહિલા આઇ.એ.એસ. પ્રશસ્તીબેન પરીકે સાંજ સમાચાર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વતનથી આવેલા પરિવારના સદ્દસ્યો સાથે આવાજ વધુ કરે તેવા નહી પણ રોશની વધુ આપે તેવા ફટાકડાઓ ફોડી ભવ્ય આતશબાજી કરીશું તેમજ પૂજા-અર્ચના કરીશું, દિવાળી ભગવાન રામનો તહેવાર છે સાથો-સાથ ઉલ્લાસનું પર્વ છે ત્યારે દરેક ધર્મના લોકો સર્વધર્મ સમભાવથી આ તહેવાર ઉજવે આવનારા વર્ષમાં લોકોને ઘરનું ઘર મળે અને સરકારની આરોગ્ય, સ્વચ્છતાની પ્રજાલક્ષી યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તેમજ અનેક વિકાસલક્ષી કામોમાં તેમનું યોગદાન આપી સાથે હાથ બઢાના સાથી રે મુજબ સર્વાંગી વિકાસમાં સહભાગી બને તેવી આશા છે.
મિત્રવર્તુળ અને વિસ્તારના લોકો સાથે કરીશું ઉજવણી, શહેરીજનો પાણીનો બચાવ કરે તેવી અપેક્ષા: ચેરમેન
જામનગર મહાનગરપાલિકાની નગરસેવકની ચુંટણીમાં પ્રથમ જ વખત ઝંપલાવી વિસ્તારના લોકોના બહોળો પ્રતિસાદ સાથે કોર્પોરેટર બનેલા સુભાષભાઇ જોષી તેમના પ્રથમ પાંચવર્ષના ગાળામાં જ મહાનગરપાલિકાના મહત્વના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનપદ પર પસંદગી પામ્યા યુવા અને ખંતીલા સુભાષભાઇ તેમના પરીવારજનો અને ઇન્દ્રદીપ સોસાયટીના મિત્ર વર્તુળ સહીત દિવાળીની ઉજવણી કરશે તેમજ નુતનવર્ષે જડેશ્ર્વર મહાદેવ મંદિરે પુજા-અર્ચના સાંજ સમાચાર સાથેની વાતચીતમાં સ્ટેન્ડીંગ ચેરમેન સુભાષભાઇ જોષીએ શહેરીજનોને નવા વર્ષનો સંદેશો આપતા જણાવ્યું હતું કે આ વર્ષે જરૂરીયાત મુજબનો વરસાદ થયો ના હોય લોકો પાણીનો બગાડ અટકાવે અને વધુમાં વધુ પાણીનો બચાવ કરે, શહેરીજનોનું સ્વાસ્થ્ય સારૂ રહે સુખ-સમુધ્ધી મળે તેવી અપેક્ષા તેઓએ વ્યકત કરી હતી.
વૃધ્ધાશ્રમ અને અંધજન તાલીમ કેન્દ્રમાં પરિવારજનો સાથે દિવાળીની ઉજવણી કરીશું, લોકો સદ્દભાવના બનાવી રાખે: ધારાસભ્ય હકુભા
જામનગર નજીકના નાના એવા ભાતેલ ગામથી કારર્કિદી શરૂ કરનાર ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા તેમના શુભેચ્છકો અને કાર્યકર્તાઓમાં હકુભા ના હુલામણા નામથી પ્રસિધ્ધ છે હકુભા યુવા સમય થી રાજકીયક્ષેત્રે અગ્રેસર રહ્યા છે સતત બીજી વખત વિધાનસભામાં જામનગરનું પ્રતિનિધિત્વ કરનાર હકુભા દિવાળી અને નુતન વર્ષનો તહેવાર તેમના પરિવારજનો સાથે રણજીતસિંહ વૃઘ્ધાશ્રમ અને અંધજન વિવિલક્ષી તાલીમ કેન્દ્રમાં આતશબાજી કરી ઉજવશે.
અતિ ધાર્મિક એવા હકુભા નવા વર્ષે મહાદેવના અને માતાજીના મંદિરો પર જઇ ભગવાનના આર્શીવાદ મેળવશે તેમજ શુભેચ્છકો સાથે ઉજવણી કરશે. શહેરીજનોને કોમી એખલાસ બનાવી રાખી દરેક તહેવારો સર્વધર્મ સમભાવથી ઉજવણી કરે અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી પ્રજાલક્ષી યોજનાઓમાં તેમનું યોગદાન આપે તેવું ધારાસભ્ય હકુભાએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

પર્યાવરણના જતન માટે વર્ષોથી ફટાકડા ફોડતા નથી, નવા વર્ષે શહેરીજનો સ્વચ્છ જામનગરનો સંકલ્પ કરે: કમિશ્ર્નર
અમદાવાદ મહાનગરપાલિકામાં આસીસ્ટન્ટ કમિશ્ર્નરપદે અનેક વિકાસકામો પુર્ણ કર્યા બાદ જામનગર મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશ્ર્નરપદ પર ફરજ બજાવતા રણજીતસિંહ બારડએ જણાવ્યું હતું કે લગભગ છેલ્લા 10 વર્ષથી પરિવારમાં સંયુકત રીતે નિર્ણય લેવાયો કે પર્યાવરણના જતન માટે ફટાકડા ફોડવા નહીં બસ, ત્યારથી ફટાકડા ફોડવાનું બંધ છે, આ વર્ષે દિવાળી અમદાવાદમાં પરિવારજનો સાથે વડીલો ભેગી ઉજવવાની છે, નવા વર્ષે વડીલોના આર્શીવાદ લઇ ઘર નજીક આવેલા મંદિરોમાં દર્શન કરવા જવાનું અને સ્નેહીઓના ઘર પર જઇ પરસ્પર શુભેચ્છા આપવાની હોય છે. શહેરીજનોને નવા વર્ષે સંદેશો આપતા કમિશ્ર્નર બારડે જણાવ્યું હતું કે પર્યાવરણનું ભેગા મળીને જતન કરીએ નહીંતર દિલ્હી જેવી સ્થિતિ સમગ્ર દેશની થઇ જશે. જામનગર પક્ષીનગર છે ત્યારે યાયાવર પક્ષીનોના જતન માટે પર્યાવરણ બચાવું તે આપણી વિશેષ જવાબદારી છે, સ્વચ્છ શહેર એ સરકાર અને શહેરીજનોની સંયુકત ફરજ છે ત્યારે મારૂ જામનગર- સ્વચ્છ જામનગરનો નવા વર્ષે સંકલ્પ લઇએ.
જામનગરમાં
કાળી ચૌદશની રાત્રે કકળાટ કઢાયો
દિવાળીની આગલી રાત્રી એટલે કે કાળી ચૌદશ કે જેને સુધરેલી ભાષામાં રૂપચૌદશ કહેવાય છે. ગઇકાલે અનેક લોકોએ ઘરમાંથી વર્ષની સાથે સાથે તન-મનનો કકળાટ પણ દૂર થાય અને નવું વર્ષ શાંતિભર્યુ રહે તેવી અપેક્ષા સાથે લોકોએ કકળાટ કાઢયો હતો. લીંબુ, ભજીયું વિગેરે વસ્તુને ચોકકસ ઇરાદા સાથે શેરી-રસ્તાના ચોકમાં મુકી આવેલ. આ પરંપરા ઓછી માત્રામાં પણ જળવાઇ રહી છે.


Advertisement