જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા-દરેડ દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી

07 November 2018 03:49 PM
Jamnagar
Advertisement

જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા દરેડ દ્વારા જાયન્ટસના હિતેચ્છુ પરેશભાઇ શાહના પુત્ર નમનના જન્મદિવસે દર સાલની માફક ચાલુ સાલ પણ ગોકુલનગર, આંગણવાડી નંબર-76 અને 78માં 95 બાળકો દરરોજ ઉપયોગ કરી શકે તેવા નાસ્તા માટેના ટીફીન બોકસ તથા બાળકોને પોષ્ટીક નાસ્તો શાહ પરિવાર તરફથી આપવામાં આવેલ હતો. આ પ્રસંગે દાતા પરિવારના પરેશભાઇ શાહ તેમજ જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા દરેડ તરફથી પ્રમુખ રેણુકાબેન ભટ્ટ, અરવિંદભાઇ ભટ્ટ તેમજ યુ.ડી. જયદેવભાઇ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહેલ.


Advertisement