ગાવસ્કર અને માંજરેકર બાલ-બાલ બચ્યા

07 November 2018 03:26 PM
Sports
  • ગાવસ્કર અને માંજરેકર બાલ-બાલ બચ્યા
  • ગાવસ્કર અને માંજરેકર બાલ-બાલ બચ્યા

મેચ શરૂ થતાં પહેલા કોમેન્ટરી બોકસનો કાચનો દરવાજો અચાનક તૂટી પડયો

Advertisement

લખનૌ: નવાબોના શહેર લખનઉમાં ગઈકાલે ઘણાં વર્ષો પછી પહેલી ઈન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઈ હતી. પહેલી વખત કોઈ ઈન્ટરનેશનલ મેચેનું આયોજન કરી રહેલા લખનઉના અટલ એકાના ઈન્ટરનેશનલ સ્ટેડીયમમાં મેચ શરૂ થાય એની પાંચ મીનીટ પહેલાં એટલે કે 6.55 વાગ્યે મીડીયા સેન્ટરની બાજુમાં આવેલા કોમેન્ટરી બોકસનો એક દરવાજો અચાનક તૂટી ગયો હતો, જેની સહેજ બાજુમાં ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને સંજય માંજરેકર ઉભા હતા. નસીબજોગે તેમને કે કોઈને ઈજા થઈ નહોતી. માંજરેકરે કહ્યું હતું કે ‘કાચનો એક દરવાજો તાશના પતાની જેમ તૂટી પડયો હતો, જો કે કોઈને ઈજા થઈ નથી. નવા બંધાયેલા આ સ્ટેડીયમની ક્ષમતા 50000 દર્શકોની છે. લખનઉમાં છેલ્લી ઈન્ટરનેશનલ મેચ કે.ડી.સિંહ બાબુ સ્ટેડીયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ-મેચના રૂપમાં રમાઈ હતી.


Advertisement