ગીરના 36 સિંહો ‘ઈલાકા’ વગરના બન્યા

07 November 2018 03:19 PM
Ahmedabad Gujarat
  • ગીરના 36 સિંહો ‘ઈલાકા’ વગરના બન્યા

વાયરલ બિમારી સમયે રેસ્કયુ કરાયેલા સિંહો હજુ નિરિક્ષણ હેઠળ

Advertisement

અમદાવાદ: ગુજરાત અને સૌરાષ્ટ્રના શાન ગણાતા ગીરના સિંહો પર છેલ્લા બે માસમાં આપેલી વાયરલ ઘાત અને 23 સિંહોના કમોત બાદ જાગેલા વન-વિભાગે આ રોગચાળો આગળ ન વધે તે માટે જે પ્રયાસો કર્યા તે સફળ રહ્યા છે અને વધુ કમોત થયા નથી પણ હાલ જે 36 સિંહોને આ વાયરલનો ચેપ લાગ્યો હોવાનો ભય હતો અને તેનું એકસીનેશન કરાયું હતું તેને હજું પણ નિરીક્ષણ હેઠળ જ રખાયા છે અને વન-વિભાગ હવે કોઈ ચાન્સ લેવા માગતું જ નથી. આ સિંહો હવે કોઈ ટેરેટરી વગરના બની ગયા છે. સામાન્ય રીતે સિંહોને પોતાનો વસવાટ-ઈલાકો હોય છે અને તેની અંદર જ વિહરે છે. અમરેલી જીલ્લાની દલખાનીયા રેન્જના સિંહોને વાયરલ ચેપ લાગ્યો હતો અને 23 સિંહોના કમોત થયા હતા. હવે તેમાંથી 17ના મોત આ કેનીન ડીસ્ટેમ્પર વાયરસથી થયા હોવાનું સ્વીકારાયું છે. આ વાયરસ બાદ 13 સિંહોને અહી જ અલગ કરાયા હતા અને તેઓને જસાધાર રેન્જમાં ખસેડાયા હતા. જેમાંથી પણ 10ના મોત થયા હતા. કુલ મોત 23 થયા. બાદમાં આ વાયરસ આગળ વધ્યો હોવાના ભયથી શેરમડી અને પાનીયા રેન્જના 36 સિંહોને અલગ અલગ રેન્જમાંથી પણ અલગ અલગ રેસ્કયુ સેન્ટર પર હાલ રખાયા છે પણ હવે તેનો પુનવસવાટ કયાં કરવો તે પ્રશ્ર્ન છે. કારણ કે ત્રણેય ઈલાકા વગરના જ બની ગયા છે. આ સિંહોને વાઈરલ વિરોધી રસીના બે ડોઝ અપાયા છે અને હવે તેઓ તંદુરસ્ત જણાય છે પણ હજુ તેમને નિરીક્ષણ હેઠળ રખાયા છે. હાલ આ સિંહો ઈલાકા વગરના ગણાય છે. આવી સ્થિતિ પ્રથમ વખત બની છે. આ સિંહો પુરા ફીટ થાય પછી તેનો કયાં વસવાટ કરવો તે નિર્ણય લેવાશે. સંભવ છે કોઈ એક સિંહમાં આ વાયરસ બચ્યા હોય તો ફરીને વધુ સિંહોમાં આવી શકે છે.


Advertisement