મોરબી જિલ્લા કોળી સેનાના પ્રમુખ રમેશ મકવાણાનો આજે જન્મદિવસ

07 November 2018 03:04 PM
Morbi
  • મોરબી જિલ્લા કોળી સેનાના પ્રમુખ
રમેશ મકવાણાનો આજે જન્મદિવસ

જીવનયાત્રાના 36 વર્ષપૂરા કરી 37માં વર્ષમાં કરેલો પ્રવેશ

Advertisement

વાંકાનેર તા.7
વાંકાનેરના કોળી યુવા અગ્રણી રમેશભાઇ મકવાણાનો આજે દિવાળીના દિને તા.7ના જન્મદિવસ છે. તેઓએ જીવનના 36 વર્ષ પૂરા કરી 37માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
રમેશ મકવાણા મોરબી જિલ્લા કોળી સેના અને માંધાતા ગ્રુપ મોરબી જિલ્લાના પ્રમુખ પદે રહી જ્ઞાતિની સેવા કરી રહ્યા છે. તેઓ અગાઉ મોરબી જિલ્લા ભાજપ તથા શિવસેનામાં પણ ઉચ્ચ હોદા પર રહી ચુકયા છે.
આ ઉપરાંત વાંકાનેરના જીનપરાના ગૌશાળા રોડ ઉપર નવરાત્રી ઉત્સવ, ગણેર મહોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો તેમના નેતૃત્વમાં ઉજવે છે. અને આ વિસ્તારના લોક પ્રશ્ર્નો માટે પણ સતત કાર્ય કરી સમાજ સેવાનું કાર્ય કરતા આ યુવા નેતાનો આજે દિવાળીના દિને જન્મદિવસે તેમના બહોળા ચાહકો મિત્રો, સગા-સ્નેહીઓ તરફથી રમેશભાઇ મકવાણાને તેમના મોબાઇલ નં.99241 45777 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.


Advertisement