નર્મદાની માળિયા અને ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો નાયબ મુખ્યમંત્રીને મળ્યા

07 November 2018 03:03 PM
Morbi
Advertisement

આ વર્ષે મોરબી જીલ્લામાં ઓછો વરસાદ હોવાથી સ્થાનિક તમામ જળાશયો તળિયા જાટક છે અને ચોમાસામાં પણ ખેડૂતોના અનેક વખત વાવેતર નિષ્ફળ ગયા હોવાથી આગામી રવિ પાક મોરબી જીલ્લાના ખેડૂતો કે જે નર્મદાની કેનાલના કમાન્ડ વિસ્તારમાં અએવ છે તે લઇ શકે તે માટે સીચીનું પાણી છોડવાની માંગણી સાથે ગઈકાલે માળિયા તાલુકા નર્મદા શાખા નહેર ખેડૂત હિત રક્ષા સમિતિના નેજા હેઠળ ખેડૂતો રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને મળ્યા હતા અને ત્યારે મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળિયા અને ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં આગામી રવિ પાકની સીઝન માટે પાણી છોડવા આવે તેવી માંગ કરવામાં આવી હતી ઉપરોક્ત તસ્વીરમાં મોરબી જીલ્લામાંથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને મળવા માટે ગયેલા ખેડૂતો નજરે પડી રહ્યા છે. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Advertisement