મોરબીના ગોરખીજડીયા ગામે શંકાસ્પદ હિલચાલ કરતા પકડાયેલા ત્રણ શખ્સોને મેથીપાક

07 November 2018 03:02 PM
Morbi
Advertisement

મોરબી,તા. ૭ મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામે ગત મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં વાહન સાથે શંકાસ્પદ હિલચાલ કરતા ત્રણ ઈસમોને પકડીને મેથીપાક અાપ્યા બાદ લોકોઅે મોરબી તાલુકા પોલીસ હવાલે કયાૅ હતા. જાણવા મળ્યા પ્રમાણે મોરબીના ગોરખીજડીયા ગામે મોડીરાત્રીના બે વાગ્યાના અરસામાં મોરબી વિશીપરામાં રહેતા અલી નુરમામદ, ચકુ અને પુના લાભુ નામના ત્રણ ઈસમો વાહન સાથે શંકાસ્પદ જણાયા હતા. ગ્રામજનોઅે સ્થળ ઉપર જઈને જોતા ત્યાં વિજલાઈનનો વાયર કાપેલા જણાયો હતો. તેથી ચાલુ વિજલાઈનના વાયરો ઉતારી લેતી ગેંગના સભ્યો હશે તેમ જાણી મેથીપાક અાપ્યો હતો. જોકે પકડાયેલ ત્રણ શંકાસ્પદો મોડી રાત્રીના બે વાગ્યે મોરબીથી છેક ગોરખીજડીયા ગામે માછીમારી કરવા અાવ્યા હોવાનું રણક કરતા હતા...! તેથી ગ્રામજનોઅે મોરબી તાલુકા પોલીસ અને અેલસીબીનો સંપકૅ કરતા પોલીસ ત્રણેય ઈસમોને ઉપાડીને પોલીસ મથકે લાવેલ છે. હવે તેઅોની અાગવી ઢબે પુછપરછ થયા બાદ સાચી વિગતો બહાર અાવશે તેવું જણાય રહયું છે.


Advertisement