મોરબીના બેલા-ઇશ્વરનગરમાં બે દિવસ નાટક યોજાશે

07 November 2018 03:02 PM
Morbi
Advertisement

મોરબી તા.7
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામે બેલા ગામ સમસ્ત અને યુવક મંડળ દ્વારા મેવાડી તલવાર અને નાથાબપનો ઘર સંસાર બે નાટક શુક્રવારે રાતે પટેલ સમાજ વાડી ખાતે રાખવામાં આવેલ છે જેથી એતિહાસિક અને કોમિક નાટક જોવા માટે આવવા બેલા ગામ સમસ્ત દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે આવી જ રીતે મોરબીના ઇશ્વરનગર ગામે કાલે ગુરુવારે રાત્રે રામજીમંદિર ચોકમાં પ્રસિદ્ધ નાટક સમ્રાટ હર્ષ અને કોમિક નાટક ગરબડીયો સંસાર યાને જેઠો જમાદાર નાટકનું આયોજન કરવામાં આવ્યું છે જેને જોવા આવવા માટે ઇશ્વરનગર ગામ સમસ્તની યાદીમાં જણાવાયું છે.


Advertisement