બામુલાઈજા હોશિયાર: આવતી દિવાળીએ 5Gના ટકોર

07 November 2018 02:54 PM
India
  • બામુલાઈજા હોશિયાર: આવતી દિવાળીએ 5Gના ટકોર

અગાઉની જનરેશનથી વિપરીત, 5જી સ્માર્ટફોન ભારતમાં આવતા વાર નહીં લાગે

Advertisement

નવી દિલ્હી તા.3
5જી સ્પીડ અને આવતા પ્રીમીયમ સ્માર્ટ ફોન ભારતમાં 2019ના અંતમાં આપવા 2020ની શરુઆતમાં મળવા લાગશે. અત્યાર સુધી, અગાઉની જનરેશનના ફોન ભારતમાં મોડા મળતા હતા, પણ 5જી સ્માર્ટફોન વિશ્ર્વના અન્ય દેશો સાથે આપણે ત્યાં પણ આવી જશે.
જાણકારોના જણાવ્યા મુજબ 2020ના અંત સુધીમાં સસ્તા ભાવના 5જી સ્માર્ટફોન મળવા લાગશે. આવતા વર્ષના જાન્યુઆરીથી વેન્ડર્સ અને ઓપરેટરો આ માટે તૈયારી શરુ કરશે. કોરિયન હેન્ડસેટ નિર્માતા સેમસંગ અને વનપ્લસ, હુવેઈ, વિવો, ઓપો અને શાયોમી જેવી ચીની કંપનીઓએ તેમના 5જી લોંચ પ્લાન જાહેર કર્યા છે.
આઈડીસી ઈન્ડીયા ખાતેના એસોસીયેટ રિસર્ચ ડીરેકટર નવકેન્દ્રસિંહના જણાવ્યા મુજબ વિશ્ર્વભરમાં લોંચ થનારા નવા ડિવાઈસીસ 5જી અને 4જીના હશે. આથી 2019થી આપણે ત્યાં પણ ફલેગશીપ સેગમેન્ટના મોબાઈલમાં 5જી હશે. 80% બજાર હિસ્સો ધરાવતા 200 ડોલરથી નીચેની કિંમતના માસ સેગમેન્ટમાં 5જી ક્ષમતાવાળા ડીવાઈસીસ 2019ના અંતથી અથવા 2020 શરુઆતમાં મળવા લાગશે.
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચનો એસોસીયેટ ડીરેકટર તરુણ પાઠકે જણાવ્યું હતું કે અગાઉની જનરેશન કરતા 5જી સ્માર્ટફોન ભારતમાં ઝડપથી આવશે. પરંતુ 5જી સ્પેકટ્રમ ફાળવણી મહત્વની બનશે. ભારતમાં આવા ડિવાઈસીસ બહોળા પ્રમાણમાં મળે એવું 2020ના અંતમાં કે 2021ની શરુઆતમાં બનશે.
અમેરિકામાં મર્યાદીત કોમર્સીયલ 5જી સેવા શરુ થઈ ચૂકી છે. આવતા વર્ષની શરુઆતમાં એ પૂર્ણપણે લોન્ચ થશે. દક્ષિણ કોરિયા, જાપાન, ચીન અને યુરોપના કેટલાક દેશોમાં 2019ની શરુઆતમાં વ્યાપારીક 5જી લોંચ થશે.
ભારતમાં, 5જીની શરુઆત વિશ્ર્વના પ્રથમ તબકકા સાથે નહીં હોય, પણ આવતા વર્ષે મોટાપાયે 5જીની ફિલ્ડટ્રાયલ લેવાશે. 2020 સુધીમાં 5જી વ્યાપારીક ધોરણે લોંચ કરવા 2019ના બીજા ભાગમાં સ્પેકટ્રમ ઓકશન થશે. નેકસ્ટ જનરેશન ટેકનોલોજીનું સમઅયપત્રક જાળવી રાખવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. એની અર્થતંત્ર પર એક લાખ કરોડ ડોલરની અસર થઈ શકે છે.
5જી ફોન લોંચ વખથે વનપ્લસ ફાઉન્ટર કાર્સ પેઈએ જણાવ્યું હતું કે કંપની વિશ્ર્વમાં 5જી ફોન ઓફર કરવામાં આગળ રહેવા માંગે છે. હુવેઈના ક્ધઝયુમર બીઝનેસ ગ્રુપના વાઈસ પ્રેસીડેન્ટ જીમ શુએ જણાવ્યું હતું કે કંપની કિટિન 980 ચિપલેટની સંચાલીત 5જી સ્માર્ટફોન આવતા વર્ષના મધ્યભાગથી શરુ કરશે.
વિવો ઈન્ડીયાના બ્રાન્ડ સ્ટ્રેટેજી ડીરેકટર નિપુન માર્યાના જણાવ્યા મુજબ એક વખત ટેલીકોમ ઓપરેટરો 5જી ઓપરેશન માટે બેન્ડવિથ વધારે એટલે તરત મળે. ભારત સહિત વિશ્ર્વમાં પણ 5જી સ્માર્ટફોન લોંચ કરવા તૈયાર છીએ.
5જી સેવા આપતી રિલાયન્સ જીયો માને છે કે ભારતમાં 5જી માટેનું તંત્ર 2019-20માં તૈયાર થઈ જશે, પણ એફોર્ડેબલ ડિવાઈસીસ ભારતમાં 2021માં આવવા લાગશે.
ઈન્ડસ્ટ્રી ઈન્ટેલીજન્સ ગ્રુપ સીએમઆરના વડા પ્રભુ રામના જણાવ્યા મુજબ 5જી સ્માર્ટફોનનું નોંધપાત્ર વેચાણ 2020માં થશે, અને 2021થી જોર પકડશે, ત્યાં સુધીમાં તો 5જીની તંત્રવ્યવસ્થા ગોઠવાઈ જશે.
આઈડીસીના સિંહના માનવા મુજબ 2019ના અંત ભાગમાં5જી ઈકોસીસ્ટમ-માળખું ભારતમાં તૈયાર થઈ જશે, પણ એ 5જી સ્પેકટ્રમની પ્રાપ્યતા પર આધાર રાખે છે. સિંહે જણાવ્યું હતું કે અમેરિકા તૈયાર છે. મોટાભાગના યુરોપીય દેશો પણ તૈયાર છે. 2019ની શરુઆતમાં ચીન, જાપાન પણ તૈયાર થઈ જશે. ભારતનું બજાર વિશાળ છે, પણ ઈકોસીસ્ટમ ઝડપથી વિકસે એ માટે સ્પેકટ્રમની ફાળવણી ઝડપથી કરવાની જરૂર છે.


Advertisement