સર્વ સંમતિથી રામમંદિરનું ભવ્ય નિર્માણ થવુ જોઇએ : શ્રી શ્રી રવિશંકરજી

07 November 2018 02:45 PM
Junagadh
  • સર્વ સંમતિથી રામમંદિરનું ભવ્ય નિર્માણ થવુ જોઇએ : શ્રી શ્રી રવિશંકરજી
  • સર્વ સંમતિથી રામમંદિરનું ભવ્ય નિર્માણ થવુ જોઇએ : શ્રી શ્રી રવિશંકરજી
  • સર્વ સંમતિથી રામમંદિરનું ભવ્ય નિર્માણ થવુ જોઇએ : શ્રી શ્રી રવિશંકરજી

શ્રી શ્રીએ સોમનાથમાં તત્કાલ મહાપૂજા કરી, જનરલ મેનેજર દ્વારા સોમનાથ મહાદેવની ફોટોફ્રેમ આપી શ્રી શ્રીને સન્માનિત કરાયા : ટીચરો-સાધકો ઉમટી પડયા

Advertisement

વેરાવળ/પ્રભાસ પાટણ તા.7
યાત્રાઘામ સોમનાથ ખાતે આર્ટ ઓફ લીવીંગ પરીવાર દ્વારા યોજાનાર આઘ્યાત્મિક કાર્યક્રમ આવેલ શ્રીશ્રી રવિશંકરજી સોમનાથ ખાતે આવી પહોંચી તેઓએ મહાદેવના દર્શન કરી મહાપૂજા કરેલ હતી અને આ તકે સ્વતંત્રતા સમયે જે રીતે સોમનાથ મંદિરનું નિમાર્ણ થયેલ તેવી જ રીતે રામ મંદિરનું નિર્માણ થાય તેવી લાગણી પત્રકારો સમક્ષ વ્યકત કરેલ હતી.
સોમનાથ મહાદેવની દિવ્ય ભુમિમાં કાળી ચૌદસના દિપાવલીના પર્વમાં શ્રીશ્રી રવિશંકરજી આવી પહોંચતા તેમનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવેલ હતું અને સોમનાથ મંદિર ખાતે આવી પહોંચતા ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા તેમને આવકારેલ હતા. આ તકે શ્રીશ્રી રવિશંકરજીએ પત્રકારોને જણાવેલ કે, દેશની સ્વતંત્રયા સમયે જેમ સોમનાથ મંદિરનું નિર્માણ થયેલ તે રીતે અયોઘ્યામાં રામ મંદિરનું વ્હેલી તકે સર્વસંમતિથી નિર્માણ થવું જોઇએ. કારણ કે, સોમનાથ મંદિર જેમ દેશનું ગૌરવ છે તેમ રામ મંદિર પણ છે અને લોકોની ઇચ્છા મુજબ સારા વાતાવરણની અંદર સર્વસંમતિથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવું જોઇએ. જો કે શ્રીશ્રી રવિશંકરજીએ પત્રકારોના દર ચુંટણી સમયે રામ મંદિર બનાવવાનો મુદો ઉછળતો હોવાના સવાલનો જવાબ આપવાનું ટાળેલ હતું.
ધન્યતા અનુભવી
પ્રથમ જયોર્તિલીંગ ભગવાન સોમનાથ મંદિરે શ્રી શ્રી રવિશંકરજી આવી પહોંચતા તેમનુ પુષ્પહારથી સ્વાગત જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કરેલ તથા શ્રીશ્રી રવિશંકરએ સોમનાથ મહાદેવની તત્કાલ મહાપૂજા કરેલ જે પૂજાચાર્ય ધનંજયભાઇ દવે સહિતના પુજારીઓ દ્વારા સંપન્ન કરાવવામાં આવેલ હતી. સોમનાથ મહાદેવના સાનિધ્યે તેઓનું રૂદ્રાક્ષ માળા પહેરાવી સન્માન કરેલ અને જનરલ મેનજર દ્વારા સોમનાથ મહાદેવની ફોટોફ્રેમ આપી સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ભક્તસમુદાય પણ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.


Advertisement