ભાવનગરની દેના બેંક દ્વારા સતર્કતા જાગૃતિ સપ્તાહની ભવ્ય ઉજવણી થઈ

07 November 2018 02:41 PM
Bhavnagar
  • ભાવનગરની દેના બેંક દ્વારા સતર્કતા
જાગૃતિ સપ્તાહની ભવ્ય ઉજવણી થઈ

Advertisement

ભાવનગર તા.7
દેના બેંક ભાવનગર અંચલ કાર્યાલય દ્વારા 29 ઓકટોબરથી 3 નવેમ્બર સુધી સતર્કતા જાગૃતિ અઠવાડીયુ ઉજવવામાં આવ્યું.
તેના અનુસંધાને અંચલ કાર્યાલય અને દરેક શાખા દ્વારા વિભિન્ન કાર્યાલયો, કોલેજ, વિદ્યાલયો અને ગ્રામ પંચાયતો ખાતે વિવિધ કાર્યક્રમો આયોજીત કરાયા તેમાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને આમ જનતાની સહભાગીદારી રહી. દેના બેંકના કાર્યપાલક નિર્દેશક રમેશ સિંહ, અંચલ પ્રબંધક યાદવ ઠાકુર, ઉપ અંચલ પ્રબંધક નિખિલ રંજન પતિ અને સતર્કતા અધિકારી અજિતસિંહ દ્વારા કાર્યક્રમને સંબોધિત કરવામાં આવ્યો.
તે દરમિયાન કાર્યપાલક નિર્દેશક રમેશ સિંહ દ્વારા લોકોને ભ્રષ્ટાચાર સામે સતર્ક અને જાગૃત રહેવા માટે પ્રેરિત કર્યા અને દરેકે સત્ય નિષ્ઠાની શપથ લીધી અને ત્યારબાદ વિદ્યાર્થીઓને સન્માનીત કરી પ્રોત્સાહન સ્વરૂપે ભેટ આપવામાં આવી.


Advertisement