ભાવનગર ગ્રીન સીટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા માગોૅમાં ૧૦૧ વૃક્ષોનંુ વૃક્ષારોપણ

07 November 2018 02:40 PM
Bhavnagar
  • ભાવનગર ગ્રીન સીટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા માગોૅમાં ૧૦૧ વૃક્ષોનંુ વૃક્ષારોપણ

જાણીતા લેખક જય વસાવડાના હસ્તે વૃક્ષોનું વાવેતર

Advertisement

ભાવનગર તા. ૭ ગ્રીનસીટી સંસ્થા છેલ્લા કેટલાય વષોૅથી ભાવનગર શહેરને હરીયાળુ બનાવવા શહેરમાં અનેક જગ્યાઅે વૃક્ષારોપણ કરી રહ્યંુ છે. અને થયેલ વૃક્ષારોપણની પુરી કાળજી લઈનુ તેનો યોગ્ય ઉછેર કરી રહી છે. અાજરોજ સવારે અેકપોટૅ રોડ પર ગુજરાતના જાણીતા કટાર લેખક જય વસાવડાના હસ્તે અેપેક્ષ મેડીકલ અેજન્સીના સૌજન્યથી ૧૦૧ ચંપાના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં અાવ્યું હતું. નીલમબાગ પેલેસ રોડ પાસેના ડીવાઈડર તથા અેરપોટૅ રોડ પરના ડીવાઈડરમાં કુલ ૧૦૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં અાવ્યું હતું. જય વસાવડાઅે વૃક્ષારોપણ કરી પોતાની ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે તેઅો ગ્રીનસીટીના પ્રવૃતિથી ખૂબજ પ્રભાવિત થયા છે. અને અાટલા ટુંકા ગાળામાં અાટલી મોટી સંખ્યામાં વૃક્ષો નાખી તેનો ઉછેર કરાવો અે સહેલી વાત નથી. દેવેનભાઈ શેઠના પયાૅવરણ પ્રત્યેના પે્રમને તેમણે બીરદાવ્યો હતો. અને યુવાનોને સંદેશ અાપ્યો હતો કે તેઅો પયાૅવરણી અસમતુલાને ગંભીરતાથી સમજે અને પયાૅવરણ બચાવવા પોતાનું શકય તેટલું યોગદાન અાપે. ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ અે જણાવ્યું હતું કે ઘણા સમયથી અમારી ઈચ્છા હતી કે શ્રી જય વસાવડાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં અાવે, જેથી કરીને અાજની યુવા પેઢી કે જેઅો શ્રી જય વસાવડાના ફોલોઅસૅ છે તેઅોમાં પયાૅવરણ પ્રત્યે પે્રમ જાગે અને પોતાની ફરજાેનો અહેસાસ થાય અા વૃક્ષારોપણમાં ગ્રીનસીટીના દરેક સભ્યો ઉપરાંત શહરેની નામાંકીત હસ્તીઅોઅે ભાગ લીધો હતો.


Advertisement