જસદણના સોમપીપળીયાની સીમમાં જુગાર દરોડો રૂ.77420/- ના મુદ્દામાલ સાથે 4 પંટરો ઝડપાયા

07 November 2018 02:28 PM
Jasdan
Advertisement

રાજકોટ તા.7
જસદણ તાલુકાના સોમપીપળીયા ગામની સીમમાં જુગાર રમતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી 4 શખ્શોને રોકડ 17420/- સહીત રૂ.77420/- મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ જસદણ તાલુકાના સોમપીપળીયા ગામની સીમમાં મીનળદેવિના મંદિર પાછળ બાવળના ઝાડ નીચે જુગાર રમાતો હોવાની જસદણ પોલીસે બાતમી મળી હતી. જે બાતમી પરથી જમાદારો જયંતીભાઈ મજીઠીયા અને આર.ટી.પરમારે દરોડો પાડતા ચાર શખ્શો જુગાર રમતા રોકડ રૂપિયા 17420/- અને બાઈક મળી કુલ રૂપિયા 77420/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા.
પકડાયેલા SHAKHSHOA શખ્શોમાં માનું વાજસુર ગીડા, ધરમશી કડવા બાવળિયા, જકશી દુદા સોલંકી તેમજ મુન્નો ઉર્ફે પપૈયો ઊઘા તાલાવાડીયાનો સમાવેશ થતો હોવાનું પોલીસ જણાવે છે.


Advertisement