મોવીયાના સંત ખીમદાસબાપુ ચૈતન્ય સમાધી મંદિર વડવાળી જગ્યામાં કાલે અન્નકુટ મહોત્સવ

07 November 2018 02:27 PM
Gondal
Advertisement

(જયસ્વાલ ન્યુઝ) ગોંડલ તા.7
સંત ખીમદાસબાપુ ચૈતન્ય સમાધી મંદિર વડવાળી જગ્યામાં અનેક ધાર્મિક તહેવારો ઉજવવામાં આવે છે અને અનેક લોકોપયોગી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.
આગામી તા.8/11ને નૂતન વર્ષના દિવસે સંત ખીમદાસબાપુ ચૈતન્ય સમાધી મંદિર વડવાળી જગ્યામાં અન્નકુટ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે સવાર-બપોર અને સાંજે મહાઆરતી થશે. તેમજ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે એમ મહંત ભરતદાસબાપુની યાદીમાં જણાવેલ છે.


Advertisement