વીરપુર(જલારામ)માં પોલીસ અધિકાર મહેશ પઢીયારનું પ્રેરક પગલુ : ગરીબ બાળકોને રાજી કર્યા

07 November 2018 02:24 PM
Gondal
  • વીરપુર(જલારામ)માં પોલીસ અધિકાર મહેશ પઢીયારનું પ્રેરક પગલુ : ગરીબ બાળકોને રાજી કર્યા

Advertisement

વીરપુર તા.7
સૌરાષ્ટ્ર એ એક સંતો અને શૂરવીરોની ભૂમિ છે,એમાનું સૌરાષ્ટ્રનું પાવન અને સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે વીરપુર જ્યાં ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે,જલારામબાપાના મંદીરે ભૂખ્યાને ભોજનની સેવા જ્યાં અવિરત પણે ચાલુ છે તેવા વીરપુર ગામમાં પોલીસમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા મહેશભાઈ પઢીયાર કે જેઓની વીરપુર પોલીસમાં અને ગામમાં કડક તરીકે હુલામણા નામથી ઓળખાય છે.
મહેશભાઈ પઢીયાર એએસઆઇનું સેવાકાર્ય પણ બિરદાવા જેવું છે,દિવાળીના તહેવારોમાં સૌકોઈ લોકો પોતાના સંતાનો માટે પોતાના બજેટ અનુસાર નવા કપડાં,ફટાકડા,મીઠાઈઓ કે અન્ય વસ્તુઓની ખરીદી કરતા હોય છે પરંતુ જે લોકોની આર્થીક સ્થિતિ નબળી હોય તેના બાળકોનું શુ!? આ વિચારીને કડક છાપ ધરાવનાર મહેશભાઈ પઢીયારે વીરપુરના ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ગરીબ લોકોના બાળકોનું એક લિસ્ટ તૈયાર કરી તેને તેના માપસરના નવા કપડાં,ચંપલ, બુટ,ફટાકડા,મીઠાઈઓ વગેરે વસ્તુઓ ગરીબ બાળકો માટે પોતાના સ્વખર્ચે લાવી વીરપુર પોલીસ સ્ટેશનમાં આ ગરીબ બાળકોને બોલાવી તેમને દિવાળીના તહેવાર નિમિતે કપડાં,ફટાકડા,મીઠાઈઓ વગેરેનું વિતરણ કર્યું હતું.
નવા કપડાં, ફટાકડા,મીઠાઈના વિતરણથી ગરીબ બાળકો પણ હર્ષોલ્લાસ થઈને ઉછળી પડ્યા હતા ત્યારે કડક જમાદારની છાપ ધરાવતા એવા મહેશભાઈ પઢીયારના આ સેવાકાર્યને લોકોએ તેમજ વિરપુર પોલીસે બિરદાવ્યું હતું.આ સેવાકાર્યના કાર્યક્રમમાં વીરપુર પોલીસના પીએસઆઇ વી.બી.ચૌહાણ, રમણિકભાઈ સોલંકી, રણછોડભાઈ આહીર, પરેશભાઈ સિંધવ,જયેશભાઇ વગેરે હાજર રહ્યા હતા.


Advertisement