આર્ટ ઓફ લીવીંગ ના શ્રી શ્રી રવિશંકર મહારાજે ગોંડલ ભુવનેશ્વરી મંદિર તેમજ અક્ષર મંદિરે દર્શન કર્યા

07 November 2018 02:23 PM
Gondal
  • આર્ટ ઓફ લીવીંગ ના શ્રી શ્રી રવિશંકર મહારાજે ગોંડલ ભુવનેશ્વરી મંદિર તેમજ અક્ષર મંદિરે દર્શન કર્યા
  • આર્ટ ઓફ લીવીંગ ના શ્રી શ્રી રવિશંકર મહારાજે ગોંડલ ભુવનેશ્વરી મંદિર તેમજ અક્ષર મંદિરે દર્શન કર્યા

Advertisement

ગોંડલના ભૂવનેશ્વરી મંદિરે આર્ટ ઓફ લીવીંગ ના શ્રી શ્રી રવિશંકર મહારાજ ગઇકાલે સવારના 11 કલાકના સુમારે આવી પહોંચતા તેમનો દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું આ તકે ભુવનેશ્વરી પીઠ ના અધ્યક્ષ પૂજ્ય ઘનશ્યામજી મહારાજ, ડો. રવિ દર્શનજી, ગોંડલ ધારાસભ્ય ના પ્રતિનિધિ જયાદિત્યસિંહ જાડેજા, નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, નાગરિક બેંકના ચેરમેન યતીશભાઈભાઈ દેસાઈ તેમજ ઓમદેવસિંહ જાડેજા અને હવા મહેલ રાજવી પરિવારના યુવરાજ જ્યોતિર્મયદિત્યસિંહ જાડેજા, પ્રાંત અધિકારી રાયજદા સહિત આર્ટ ઓફ લિવિંગ પરિવારના સદસ્યો હાજર રહ્યા હતા. પૂજ્ય રવિશંકર મહારાજની આ મુલાકાત ધાર્મિક હોય ભુવનેશ્વરી મંદિર ખાતે પહોંચતા જ તેઓ દ્વારા આરતી પૂજા પાઠ બાદ યજ્ઞ પૂજામાં હાજરી પુરાવા માં આવી હતી. બાદમાં અત્રેના અક્ષર મંદિર શ્રી શ્રી રવિશંકર મહારાજ દર્શને પહોંચ્યા હતા જ્યાં ગુરુકુળ નામ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક ઢબે સ્વાગત કરવામાં આવ્યું હતું મંદિરના કોઠારી સ્વામી દ્વારા તેઓને ઘનશ્યામજી મહારાજ નો હાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા વિશ્વ વિખ્યાત અક્ષરદેરી ની પ્રદક્ષિણા કરી શ્રી શ્રી રવિશંકર મહારાજ ભાવવિભોર બન્યા હતા બાદમાં તેઓ બી.એ.પી.એસ.ના વડા પૂજ્ય મહંત સ્વામીના દર્શને પહોંચ્યા હતા જ્યાં તેઓએ આશરે પંદરથી વીસ મિનિટ મહંત સ્વામી સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે યોગી સ્મૃતિ મંદિરના દર્શન કર્યા હતા. (તસવીર : પીન્ટુ ભોજાણી-ગોંડલ)


Advertisement