જેતપુરની મતવા શેરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે અલ્તાફ રંગપરીયા ઝડપાયો

07 November 2018 02:22 PM
Dhoraji
Advertisement

(દિલીપ તનવાણી)
જેતપુર તા.7
જેતપુર શહેર પોલીસે મતવા શેરીમાંથી એક શખ્શને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી દારૂના સપ્લાયર એવા ગોંડલના શખ્સની શોધખોળ આદરી છે.
મળતી વિગતો મુજબ જેતપુર શહેર પોલીસને બાતમી મળી હતી કે, મતવા શેરીમાં રહેતા અલ્તાફ શરીફ રંગપરીયાના મકાનમાં વિદેશી શરાબનો જથ્થો પડ્યો છે, આવી બાતમી પરથી પીઆઈ વી.આર.વાણિયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ, ભાવેશભાઈ, નારણભાઈ આહીર સહિતનો સ્ટાફે અલ્તાફના મકાન પર દરોડો પાડતા ત્યાંથી રૂપિયા 9400/- ની કિમતના 94 વિદેશી દારૂના ચપલા મળી આવ્યા હતા. આવા સમયે આકરી પૂછપરછ દરમિયાન અલ્તાફે આ દારૂનો જથ્થો ગોંડલનો ઇમરાન યાકુબ શેખ આપી ગયાનું કબુલતા જેતપુર પોલીસે ઇમરાનની શોધખોળ આદરી છે.


Advertisement