જેતપુરની અમરાપર ચોકડી નજીક અજાણ્યા વાહન હડફેટે ચારણ સમઢીયાળાના વૃદ્ધનું મોત

07 November 2018 02:21 PM
Dhoraji
Advertisement

(દિલીપ તનવાણી) જેતપુર તા.17
ગઈકાલે સવારે જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામ નજીકની અમરાપર ચોકડી પાસે એક અજાણ્યા વાહનની હડફેટે ચડી ગયેલ ચરણ સમઢીયાળા ગામના એક વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ થતા પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુંજબ જેતપુર તાલુકાના ચરણ સમઢીયાળા ગામે રહેતા કડવાભાઇ પાચાભાઈ ભુવા (ઉ.વ.70) ગઈકાલે સવારે પોતાનું જીજે 05 એફપી 6744 નંબરનું બાઈક લઈને જેતપુરથી ચરણ સમઢીયાળા પોતાના ઘર તરફ જતા હતા ત્યારે થાણાગાલોલ ગામ નજીકની અમરાપર ચોકડી પાસે એક અજાણ્યા ફોર વ્હીલ ચાલકે તેમને હડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું. મૃતકના પુત્ર પરેશભાઈ કડવાભાઇ ભુવાની ફરિયાદ પરથી જેતપુર તાલુકા ફોજદાર પી.જે.બાંટવાએ વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Advertisement