શનિવારથી બરડા ડુંગરની પરિક્રમાનો પ્રારંભ

07 November 2018 02:20 PM
Porbandar

ભાવિકો માટે ભોજન પ્રસાદની કરાયેલી વ્યવસ્થા : તૈયારીઓને આખરી ઓપ

Advertisement

(બી.બી.ઠક્કર) રાણાવાવ તા.7
રાણાવાવ નજીકની જાંબુવંતી ગુફાએ થી કારતક સુદ ત્રીજને તા-10 નવેમ્બર ના રોજથી બરડા ડુંગરની પરિક્રમાનો પ્રારંભ થનાર છે.
સંત ત્રિકમાચાર્ય બાપુ અને રામેશ્વરદાસ બાપુની તપસ્યા ભૂમિ એવા બરડો ડુંગર અનેક લોક કથાની સાથે સંકળાયેલ છે તેવા બરડા ડુંગર પરિક્રમાનું આયોજન છેલ્લા અગિયાર વર્ષથી થાય છે. આ પરિક્રમા તા-10 ના રોજ સવારના 7 કલાકે જાંબુવંતી ગુફાએથી પ્રસ્થાન કરશે. આ પરિક્રમામાં જોડાનાર પદયાત્રીના સામાન વહન કરવાની વ્યવસ્થા સાથે રાત્રી રોકાણ તથા ભોજન મહા પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ પરિક્રમામાં કોલીખડાના રાજાભગત પરબની કાવડ સાથે જોડાય છે. આ કાવડને વહન કરવા ભાવીકોની ’ભીડ’ રહે છે. આ પરિક્રમા નું પ્રથમ રાત્રી રોકાણ રાણપરના ધીંગેશ્વર મહાદેવના મંદિર ના સાનિધ્યમાં બીજી રાત્રી રોકાણ ઘુમલી નજીકના કપુરડી નેશ તથા ત્રીજી રાત્રી જામનગર રોડ પરના કષ્ટભંજન હનુમાનજીના મંદિરના "નિર્ભય કુટીર આશ્રમ" રહેશે ચોથા દિવસની સવારના 10 કલાકે જાંબુવંતી ગુફાએથી જ પરિક્રમા સંપન્ન થશે.આ પરિક્રમામાં જોડાવા ઇચ્છુંકોએ તા-10મીના રોજ સવારના 7 કલાક સુધીમાં પહોંચી જવાની તેમજ આ અંગેની વિશેષ વિગતો માટે સાર્દુલભાઈ મકવાણા -રાણાવાવ મો.9829239320 અથવા માલદેભાઈ.. 9173094179નો સંપર્ક કરવા જણાવાયું છે.


Advertisement