વેરાવળની વિજયા બેંકમાં સ્થાપના દિનની ઉજવણી

07 November 2018 02:17 PM
Veraval
  • વેરાવળની વિજયા બેંકમાં સ્થાપના દિનની ઉજવણી

Advertisement

વેરાવળમાં આવેલ વિજયા બેંક ના 88 માં સ્થાપના દિનની ઉજવણી શાખામાં ઉત્સાહ પૂર્વક કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં બેંકના મુખ્ય શાખા પ્રબંઘક રાજીવ રંજન એ જણાવેલ કે, બેંકની સ્થાપના ઇ.સ.1931 માં વિજયા દશમીના પ્રસંગે મેગ્લોર ના મુલ્લી ગામમાં નાના ખેડુત સમુદાયના ના નેતૃત્વમાં થયેલ હતી. હાલમાં બેંકની સફર સારી રહેલ છે અને અર્ઘવાર્ષિક છ મહિનામાં ડીપોઝીટ વઘેલ છે અને નોન પરફોર્મના (એન.પી.એ.) દ્યટેલ હોવાનું જણાવેલ હતું. આ કાર્યક્રમમાં ફીશ ઉઘોગપતિ નરસિંહભાઇ ભેંસલા સહીતના અગ્રણીઓ તથા કીરીટભાઇ જાની સહીત બેંકના અઘિકારીઓ, કર્મચારીઓ હાજર રહેલ હતા.
(તસ્વીર - રાજેશ ઠકરાર - વેરાવળ)


Advertisement