અલ્ટ્રાવિઝન એકેડેમીના આંગણામાં રંગોળીનો રંગીન માહોલ

07 November 2018 01:56 PM
Surendaranagar
  • અલ્ટ્રાવિઝન એકેડેમીના આંગણામાં રંગોળીનો રંગીન માહોલ

Advertisement

અલ્ટ્રાવિઝન સ્કૂલ એટલે દરેક ક્ષેત્રમાં ઝળહળતી પ્રતિભા પ્રાપ્ત કરી સ્કૂલ
આજના યુગમાં માનસિક તળાવ અને હતાશા સાથે લડતો માણસ તહેવારોને આવકારે છે. ભારતીય સંસ્કૃતિ મુજબ સંસ્કૃતમાં એક ઉકિતખૂબ જ પ્રસિઘ્ધ છે. ઉત્સવ પ્રિયા : અમુ બના : આ ઉકિતને સાર્થક કરતા મુખ્ય તહેવારોમાં દિપાવલીનો તહેવાર મનુષ્યના જીવનમાં નવા વર્ષને આવકારી જીવનમાં નવા રંગો ભરવાનો આ તહેવાર છે. એ જ પરંપરાને જાળવી રાખવા શાળામાં તા.3/11ના શુભ દિને શાળામાં સુંદર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.9 અને ધો.10 ગુજરાતી તથા અંગ્રેજી માઘ્યમનાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇને જીવનમાં નવા રંગો ભરવાનો સંદેશ આપીને અલ્ટ્રાવિઝનનું આંગણુ રંગોથી ખીલવ્યું હતું. આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સભ્યને અને ટીમને અલ્ટ્રાવિઝન શાળા પરિવારે શુભેચ્છા પાઠવેલ છે.


Advertisement