પુજા કરવા મોટા ઘરે ગયા અને તસ્કરો રૂા. ૯ લાખની માલમતા ચોરી ગયા

07 November 2018 01:55 PM
Surendaranagar

સુરેન્દ્રનગરના નવા જંકશન વિસ્તારનો બનાવ

Advertisement

(ફારૂક ચૌહાણ દ્રારા) વઢવાણ તા. ૯ સુરેન્દ્રનગર શહેરમાં અાવેલ મહેતા મારકેટમાં કરીયાણાની દુકાન ધરાવતા અને કાલા કપાસનો વ્યવસાય ચલાવતા વેપારીના ઘરમાં તસ્કરો ત્રાટકયા હતા. અને રૂ. ૯ લાખની માલમતાનો સફાયો કરી જતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ સજાૅયો છે. ત્યારે, ડોગ સ્કોવાડ અેફઅેસેલની પણ મદદ પોલીસ તંત્ર દ્રારા લેવાઈ છે. સુરેન્દ્રનગર શહેરના નવા જંકશન વિસ્તારમાં રહેતો પરિવાર પોતાના મોટા ઘરે પુજા અચૅના કરવા માટે ગયા બાદ અેકજ કલાકના સમયમાં રોકડ રકમ સોના ચાંદીના ઘરેણા સહિત ૯ લાખની જંગી માલમતાનો સફાયો થયો છે. સુરેન્દ્રનગર શહેરમાં અાવેલ મહેતા મારકેટમા જલારામ ટે્રડિંગ નામની દુકાન ચલાવતા કરીયાણાનો અને કપાસનો વેપાર કરતા પ્રકાશભાઈ કનૈયાલાલ દક્ષિણી તેમના પરિવાર સાથે તેમના મોટા ઘરે પઢિયાર શેરીમાં પુજા કરવા માટે ગયા હતા. ત્યારે, સાંજના ૭ થી ૮ના સમયમાં ઘરના દરવાજાના લોકતોડી તિજાેરીમાં રાખેલા રૂા. ૬.૬ લાખ રોકડા, સોનાની ચાર બંગડી, મંગળસુત્ર, બે્રસલેટ સહિત રૂ. ૯ લાખનો મુદામાલ ચોરાયો છે. ત્યારે, પોલીસને જણાવવામાં અાવેલ વેપારીઅે કપાસનાં ધંધા માટે રૂ ૬.૬૬ લાખ, અે.યુ. ફાયનાન્સ બેંકમાંથી રોકડ લાવ્યા હતા. જે પણ તસ્કરી થઈ ગયેલ છે. ત્યારે, પોલીસે અા ફરીયાદ નોંધી તપાસ પણ હાલ હાથ ધરવામાં અાવેલ છે. ત્યારે, સી.સી.ટી.વીના ફુટેજ પ્રમાણે સફેદ સ્કુટરમાં ત્રણ વ્યકતી અાવ્યા હોવાનુ અને અેક ચાલતો અાવ્યો હોવાનુ પણ જાણવા મળી રહ્યુ છે. ત્યેર, શહેરમાં વેપારીની દિવાળી બગાડી છે અને પોલીસને પણ તસ્કરોઅે પડકાર ફેંકયો હોય તેવો માહોલ હાલમાં છવાયો છે.


Advertisement