સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ફાયરીંગ પ્રેક્ટીસ કરાવવા જાહેરનામુંપ્રસિધ્ધ કરાયું

07 November 2018 01:54 PM
Surendaranagar
Advertisement

વઢવાણ તા.7
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું વર્ષ-2018નું વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ બાકી હોય તેમને ફાયરીંગની પ્રેકટીસ કરાવવા માટે પોલીસ ખાતાના નામ / કબજાવાળી ચોટીલા તાલુકાના કાંધાસર (સાંગાણી) સર્વે નંબર 61 પૈકીની હે. 7-13-30 આરે વાળી જમીન (ફાયરીંગ બટ) ખાતે તા. 16/11 થી તા.30/11 સુધી ફાયરીંગ પ્રેક્ટીસ કરાવવાની હોવાથી ઉક્ત ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તાલરમાં ગોળીબારના સમયે અકસ્મા્ત ન સર્જાય તે હેતુથી કેટલાક પ્રતિબંધ લાદવા જરૂરી જણાતા સુરેન્દ્રાનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રે1ટશ્રી એન.ડી.ઝાલાએ તેમને મળેલ અધિકારની રૂએ તા.16/11 થી તા.30/11 દરમિયાન ઉક્ત ફાયરીંગ બટવાળા વિસ્તોરની આજુબાજુના ફરતા એક માઈલના વિસ્તાવરમાં ગોળીબારના સમયે અકસ્માકત ન સર્જાય તે માટે કોઈપણ વ્યક્તિને હરવા - ફરવા, વાહન લાવવા - લઈ જવા તથા ઢોર ઢાંખર ચારવા નીકળવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.


Advertisement