બાબરા પંથકને અછતગ્રસ્ત જાહેર કરો : અાવેદન પ૭ ગ્રામ પંચાયતના સરપંચોની સામુહિક માંગણી

07 November 2018 01:23 PM
Amreli
  • બાબરા પંથકને અછતગ્રસ્ત જાહેર કરો : અાવેદન પ૭ ગ્રામ પંચાયતના સરપંચોની સામુહિક માંગણી

Advertisement

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.૭ બાબરામાં પ૭ ગામના સરપંચો દ્વારા ખેડૂતોના સમથૅનમાં વિશાળ રેલી યોજી મામલતદારને અાવેદનપત્ર અાપ્યું હતુ. બાબરા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી રાહત કાયૅ, પશુઅોને ઘાસચારો, પાકવીમો તેમજ ખેડૂતોને પાણી અાપવા સહિતની માંગણી સાથે વિશાળ પગપાળા રેલી યોજી મામલતદારને અાવેદનપત્ર અાપવામાં અાવ્યું હતુ. સાથે તાલુકાના સરપંચો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં અાવી છે કે, જો રાજય સરકાર અેક મહિનામાં ખેડૂતોની માંગણીઅો નહિ સ્વીકારે તો જલદ અાંદોલન કરવાની ફરજ પડશે તેમજ તાલુકાના પ૭ ગ્રામ પંચાયતના સરપંચો સામુહિક રાજીનામા પણ અાપવામાં અાવશે. બાબરામાં ગેબી વિસામે મોટી સંખ્યામાંખેડૂતો અને તાલુકાના સરપંચો ભેગા થયા હતા. તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ વનરાજભાઈ વાળાની અાગેવાની હેઠળ અહીં ભવ્ય સભા યોજાઈ હતી. જેમાં સરપંચો દ્વારા ખેડૂતોની વિવિધ માંગણીઅો રાજયને સ્વીકારવી પડશે તે વાત કરવામાં અાવી હતી. અહીં ગેબી વિસામાના મહંત શ્રી રાજુબાપુ દ્વારા ખેડૂતો અને સરપંચોની વિશાળ રેલીને લીલી ઝંડી અાપી પ્રસ્થાન કરાવ્યું હતું. બાબરા તાલુકા સરપંચ મહા સંગઠનના પ્રમુખ વનરાજભાઈ વાળાઅે અાક્રોશ પૂવૅક જણાવ્યું હતુ કે, બાબરા તાલુકામાં ખૂબ જ અોછા વરસાદના કારણે દુષ્કાળ જેવી સ્થિતીનું નિમાૅણ થયું છે છતાં રાજય સરકારના પેટનું પાણી હલતું નથી. ખેડૂત, મજુર, અને માલધારીઅો મુશ્કેલીઅોમાં મુકાયા છે. અનેકવાર રજુઅાત કરવા છતા રાજયની સરકાર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરતી નથી. જો રાજય સરકાર દ્વારા કોઈ નકકર કાયૅવાહી નહી કરવામાં અાવે તો અાગામી દિવસોમાં બાબરા તાલુકામા જલદ અાંદોલન કરવાની ફરજ પડશે તેમજ જરૂર પડે તો તમામ ગ્રામ પંચાયતના સરપંચો સામુહિક રાજીનામા અાપતા પણ નહી અચકાય. બાબરાના ગેબી વિસામાથી મામલતદાર કચેરી સુધી મોટી સંખ્યામાં ખેડૂતો અને સરપંચો દ્વારા બેનરો અને સુત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજી મામલતદારને અાવેદનપત્ર અાપ્યું હતુ.


Advertisement