રાણાવાવમાં પ્રદુષણ ફેલાવતી સૌરાષ્ટ્ર સીમેન્ટ ફેકટરીને પાલીકાની આખરી નોટીસ

07 November 2018 01:22 PM
Porbandar

ફેકટરીના ગંદા પાણીથી પ્રદુષણ ફેલાતા કડક કાર્યવાહી

Advertisement

રાણાવાવ તા.7
રાણાવાવ શહેરી વિસ્તારની હદમાં આવેલ સૌરાષ્ટ્ર સીમેન્ટ ફેકટરીને પ્રદુષણ ફેલાવવા બાબતે નગરપાલિકાના ચીફ ઓફીસર અને પાલિકા પ્રમુખે નોટીસ ફટકારી તાકીદે પ્રદુષણ થતુ અટકાવવા આદેશ કર્યો છે.
રાણાવાવ-2માં આવેલ સૌરાષ્ટ્ર સીમેન્ટ ફેકટરી બારવાણ નેસ વિસ્તારમાં ફેકટરીનું ગંદુ પાણી છોડતા જમીનના તળનું પાણીફ પ્રદુષણ થઈ રહ્યું છે. 3 હજાર લોકોને આરોગ્ય સબંધી તકલીફો ઉભી થઈ જતા અને લોકોની ફરીયાદો આધારે પાણીનો લેબોરેટરી રીપોર્ટ આવતા આ પાણી પીવા લાયક નહી હોવાનો રીપોર્ટ આવેલ હતો.
અગાઉ પણ તા.14/3/18ના નોટીસ આપી હોવા છતા કોઈ કાર્યવાહી નહીં કરી ફેકટરીનું પ્રદુષીત પાણી છોડતા લોકોનું જન આરોગ્ય જોખમાતા પાલિકાના ચીફ ઓફીસર અને પ્રમુખે ગત તા.5ના રોજ પુન: નોટીસ આપી દિન-10 દુષીત પાણી છોડવાનું બંધ નહીં તાય તો ફેકટરી તાળા મારી દેવાની આખરી નોટીસ પાઠવવામાં આવી છે.


Advertisement