અમરેલી શહેરની બજારોમાં દિવાળી પવૅની રોનક

07 November 2018 01:09 PM
Amreli

અમીર-ગરીબ સૌ દિપોત્સવી પવૅની ઉજવણીમાં વ્યસ્ત

Advertisement

અમરેલી જિલ્લાની બજારોમાં છેલ્લા ૩ દિવસથી દીપોત્સવી પવૅની ઝગમગાટ જાેવા મળી રહ્યો છે અને અાગામી બુધવાર સુધી બજારોમાં ગ્રાહકોની અવરરુજવર જાેવા મળશે. સામાન્ય રીતે નવરાત્રીનાં દિવસોથી જ વેપારીઅો પોતાની દુકાનોરુશોરુરૂમમાં નવા મોલની ભરાવો કરતાં હોય છે. અાખો અાસો મહિનો બજારમાં તેજી જાેવા મળતી હોય છે. પરંતુ અા વખતે છેલ્લા અેક અઠવાડીયામાં તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે. નોટબંધી, જીઅેસટી અને ચાલંુ વષેૅ દુષ્કાળનો માહોલ ઉભો થવાથી નવરાત્રી, દશેરા, શરદપૂનમમાં પણ ઘરાકી જાેવા ન મળતાં તેમજ અોનલાઈન વેપારનું પ્રમાણ વધી જતાં અોનલાઈન વેપારનું પ્રમાણ વધી જતાં વેપારીઅોમાં નિરાશાનો માહોલ ઉભો થયો હતો.પરંતુ હિન્દુ સમાજનો સવોૅત્તમ તહેવાર દીપોત્સવી હોવાથી ગરીબ, અમીર સૌ કોઈ અા પવૅની ઉજવણી અંતે તો કરે જ છે. અામ અાદમી ઉધારરુઉછીના કરીને પણ તેનાં પરિવારની ખુશી માટે બનતું બધુ જ કરે છે. અમરેલી જિલ્લાનાં કાપ, ગારમેન્ટ, કટલેરી, ફુટલેર, ફરસાણ, મીઠાઈ, ફટાકડા સહિતનાં વેપારમાં તેજીનો માહોલ ઉભો થયો છે. અને હવે વેપારીને ૩ દિવસનો વેપાર માત્ર અેક અઠવાડીયામાં જ કરી લેવાની નોબત અાવી છે. અેકંદરે મોડેરુમોડે પણ દીપોત્સવ પવૅની ઉજવણીનો પ્રારંભ થતાં વેપાર જગતમાં અાનંદનો માહોલ ઉભો થયો છે તે હકીકત છે.


Advertisement