એલઓસી પર ભારત-પાકિસ્તાનના જવાનોએ પાઠવી દિવાળીની શુભેચ્છા

07 November 2018 12:58 PM
India
Advertisement

શ્રીનગર તા.7
પૂંચ જિલ્લાના મુખ્યાલયથી આઠ કીલોમીટર દુર મંગળવારે બપોરે નિયંત્રણ રેખા પર ચંકાબાગ પરનો રાહ એ મિલનનો દરવાજો ભારતીય સેનાના કહેવાથી ખોલવામાં આવ્યો હતો. જયાં ભારત અને પાકિસ્તાનની સેનાના અધિકારીઓ અને અનેક જવાનોએ એક બીજા સાથે હાથ મિલાવ્યા હતા. ત્યારબાદ ભારત તરફથી પાકિસ્તાની સેનાના અધિકારીઓને મીઠાઈ આપવામાં આવી હતી.
મીઠાઈના બદલામાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ દિવાળીની શુભકામના પાઠવી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા. સેનાના અધિકારીઓ અને જવાનોને દિવાળીની શુભકામના અને મીઠાઈ આપતા નિયંત્રણ રેખા પર શાંતિ જળવાઈ રહે તેવું જણાવ્યુ હતું. લગભગ 15 મીનીટની આ મુલાકાત બાદ રાહ-એ-મિલનનો દરવાજો બંધ કરવામાં આવ્યો હતો.


Advertisement