લોઢવામાં દિવંગતોની અસ્થીયાત્રા નીકળશે

07 November 2018 12:57 PM
Veraval
Advertisement

વેરાવળ તા.7
સુત્રાપાડા તાબાના લોઢવા ગામે મૃતકોના અસ્થિ એકત્રીત કરેલ હોય જે આગામી તા.10 ના સવારે હરીદ્વાર ખાતે વિસર્જન કરવા અસ્થિયાત્રા નીકળનાર છે. દર વર્ષની જેમ આ વર્ષ લોઢવા સમસ્ત ગ્રામ્યજનો દ્વારા અસ્થિ વિસર્જનનું નકકી કરેલ હોય જેમાં વર્ષ 2017-18 દરમ્યાન મૃત્યુ પામેલા આશરે 100 થી વઘુ અસ્થિ એકત્રીત થયેલ હોય જેનું વિસર્જન હરીદ્વાર ખાતે કરવામાં આવનાર છે. આ અસ્થિ વિસર્જન માટે લોઢવા ગામે સોનાપુરી થી તા.10 ના શનિવારે સવારે નવ થી દસ વાગ્યા દરમ્યાન અસ્થિ યાત્રા નીકળનાર છે જેમાં દરેક ઘર્મપ્રેમી જનતાને જોડાવા મેરૂભાઇ આહિર એ એક યાદીમાં જણાવેલ છે.


Advertisement