મુખ્યમંત્રીનાં ગીર સોમનાથ જિલ્લાનાં કાર્યક્રમ સંદર્ભે બેઠક યોજાઇ

07 November 2018 12:56 PM
Veraval
  • મુખ્યમંત્રીનાં ગીર સોમનાથ જિલ્લાનાં કાર્યક્રમ સંદર્ભે બેઠક યોજાઇ

Advertisement

વેરાવળ તા.7
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આગામી તા.11-11-2018 નાં રોજ સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી ખાતે માર્કેટીંગ યાર્ડના ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. મુખ્યમંત્રીના આ કાર્યક્રમ સંદર્ભે જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.
માર્કેટીંગ યાર્ડના ઉદઘાટન પ્રસંગે બ્હોળી સંખ્યામાં ખેડૂતો-મહિલાઓ ઉપસ્થિત રહેનાર હોય પોલીસ બંદોબસ્ત, ટ્રાફીક નિયમન, અવિરત વીજપુરવઠો કાર્યરત રાખવા, મેડીકલ ટીમ, કાર્યક્રમના સ્થળે લોકો માટેની વ્યવસ્થા સહિતની બાબતો અંગે જિલ્લા કલેકટર એ સબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપેલ હતું. આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદી, અધિક કલેકટર એચ.આર.મોદી, આસી. કલેકટર નિતીન સાંગવાન, જિલ્લા પુરવઠા અધિકારી શીતલબેન પટેલ, નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ચાવડા, મામલતદાર દેવકુમાર આંબલીયા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતાં.


Advertisement