સૂત્રાપાડામાં કાલે જશાભાઇ બારડ દ્વારા સ્નેહમિલનનું આયોજન

07 November 2018 12:55 PM
Veraval
  • સૂત્રાપાડામાં કાલે જશાભાઇ બારડ દ્વારા સ્નેહમિલનનું આયોજન

Advertisement

વેરાવળ તા.7
સુત્રાપાડા ના વતની અને રાજયના પૂર્વ મંત્રી જશાભાઈ બારડ દ્વારા આવતી કાલે તા.8 ને ગુરૂવારે નવા વર્ષ સ્નેહ મિલનનું આયોજન સુત્રાપાડા મુકામે કરવામાં આવેલ છે.
નવા વર્ષના પ્રથમ વર્ષે નવલા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે પૂર્વ મંત્રી જશાભાઈ બારડ દ્વારા દર વર્ષે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવી રહેલ તે પરંપરા મુજબ આ આ વર્ષે પણ બેસતા વર્ષના દિને વતન સુત્રાપાડા ખાતે સ્નેહ મિલન રાખેલ છે. તા.8 ના ગુરૂવારે યોજાનારા આ સ્નેહ મિલનમાં હજારો લોકો નવા વર્ષની શુભકામનાઓ એકબીજા પાઠવે છે જેમાં ગીર-સોમનાથ અને જુનાગઢ જિલ્લાના તમામ જ્ઞાતિ આગેવાનો, રાજકીય ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના લોકો, ખેડૂતો ઉપસ્થિત રહે છે. વર્ષ 1988 થી આ નવા વર્ષના સ્નેહ મિલનની પરંપરા ચાલુ થયેલ છે જે આ વર્ષે પણ અવિરત ચાલુ રહેલ છે. આ કાર્યક્રમમાં આવતા તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. પૂર્વ મંત્રી જશાભાઈ બારડ ના અથાક પ્રયત્નો થકી ટૂંક સમયમાં સુત્રાપાડા તાલુકા માર્કેટીંગ યાર્ડ તૈયાર થઇ રહેલ હોય તેનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના આગામી તા.11 ના રોજ થનાર છે અને તેની તૈયારીઓ સાથે પણ તા.8 ના સવારના આઠ વાગ્યાથી સુત્રાપાડા ખાતેના નિવાસ સ્થાન ચામુંડા કૃપા, નગરપાલિકા ઓફિસની સામે રાખેલ હોય જેમાં તમામ શુભેચ્છ્કોને ઉપસ્થિત રહેવા પૂર્વ મંત્રી જશાભાઈ બારડ દ્વારા એક યાદીમાં જણાવેલ છે.


Advertisement