ભાવેણામાં પ્રદેશ ભા.જ.પ. પ્રમુખ વાઘાણી દ્વારા વૃઘ્ધાશ્રમ ખાતે દિપાવલીની ઉજવણી

07 November 2018 12:48 PM
Bhavnagar Gujarat
  • ભાવેણામાં પ્રદેશ ભા.જ.પ. પ્રમુખ વાઘાણી દ્વારા વૃઘ્ધાશ્રમ ખાતે દિપાવલીની ઉજવણી

કાલે મહાનગરપાલિકાના સ્નેહમિલનમાં હાજરી અાપશે

Advertisement

ભાવનગર તા.૭ પ્રદેશ ભાજપ પ્રમુખ તેમજ ભાવનગર પશ્ર્િચમના ધારાસભ્ય જીતુ વાઘાણીઅે દીપાવલી પવૅની ઉજવણી અાજે તા.૭/૧૧ના રોજ સવારે ૯.૩૦ કલાકે અાંબાવાડી વૃદ્વાશ્રમ ખાતે ૧૦ કલાકે તાપીબાઈ વિકાસ ગૃહ ખાતે અનાથ દિકરીઅો સાથે તથા ૧૧ થી ૧ર કલાક દરમ્યાન ચિત્રા, ફુલસર મિલિટરી સોસાયટી બોળ તળાવ ખાતે ફરજ બજાવતા સૈનિકના પરિવાર સાથે કરી હતી. તદુપરાંત તેઅો નૂતન વષૅનો પ્રારંભ સવારે ૭.૩૦ કલાકે જશોનાથ મંદિરે દશૅન કરી કરશે. ત્યારબાદ સવારે ૮.૩૦ કલાક દરમ્યાન ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અાયોજિત નૂતન વષૅ સ્નેહ મિલનમાં હાજરી અાપશે. વાઘાણી તેમના ભાવનગર પશ્ર્િચમ વિધાનસભાના કાયાૅલય (ડો. સૂચક હોસ્પિટલ કાળુભા રોડ) ખાત સવારે ૯ કલાકે મતદારો કાયૅકતાૅઅો અને નાગરીકોને મળી નવા વષૅની શુભેચ્છા પાઠવશે. ત્યારબાદ બીઅેપીઅેસ, અક્ષરવાડી ખાતે અન્નકુટ દશૅન કરશે તેમ અેક યાદીમાં જણાવાયંુ છે.


Advertisement