રીઝર્વ બેન્કના ગવર્નર સરકારના આદેશ માનવા બંધાયેલા: મનમોહન ગવર્નર દેશના નાણામંત્રીના બોસ નથી: પુર્વ પી.એમ.

07 November 2018 11:15 AM
India
  • રીઝર્વ બેન્કના ગવર્નર સરકારના આદેશ માનવા બંધાયેલા: મનમોહન ગવર્નર દેશના નાણામંત્રીના બોસ નથી: પુર્વ પી.એમ.

Advertisement

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર અને રીઝર્વ બેન્કના ગવર્નર ઉર્જીત પટેલના વિવાદમાં સરકારનો પક્ષ લેતા પુર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંઘે બહું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રીઝર્વ બેન્કનાં ગવર્નર સરકારના આદેશને માનવા બંધાયેલા છે. એક વખત રીઝર્વ બેન્કના ગવર્નર તથા નાણામંત્રી સહીતના ઉચ્ચ પદોની જવાબદારી સંભાળનાર ડો. મનમોહનસિંઘે કહ્યું કે રીઝર્વ બેન્કના ગવર્નર કદી નાણામંત્રીથી સુપરીયર હોઈ શકે નહી. તેઓ તેમના પુત્રી દામનસિંઘના પુસ્તક સ્ટ્રીકલી, પર્સોનલ, મનમોહનસિંઘ એન્ડ ગુરૂશરનનું વિમોચન કરવાના સમારોહમાં આ ઉદગારો કર્યા હતા. તેઓએ પોતે રીઝર્વ બેન્કના ગવર્નર હતા તે સમયને યાદ કરતા કહ્યું કે હંમેશા પરસ્પરને સમજવાના પ્રયાસો હોવા જોઈએ. રીઝર્વ બેન્કના ગવર્નર તરીકે મારે મારી સરકારને વિશ્ર્વાસમાં લેવી જોઈએ અને રીઝર્વ બેન્કના ગવર્નર કદી નાણામંત્રીના બોસ બની શકે નહી અને તો જ તે આવુ વર્તન કરે જો તે નોકરી છોડવા માંગતા હોય... શ્રી સિંઘે અહી સરકારમાં નાણામંત્રી શ્રી પ્રણવ મુખર્જી અને રીઝર્વ બેન્કના ગવર્નર વચ્ચેના તનાવને યાદ કરતા કહ્યું કે એસ્કોર્ટ ગ્રુપના શેર ખરીદવાના સ્વરાજપૌલની કાર્પો ગ્રુપ ખરીદવા તૈયાર હતી અને પૌલે રીઝર્વ બેન્કની મંજુરી પુર્વે જ આ શેર ખરીદી શરૂ કરતા રીઝર્વ બેન્કના ગવર્નરે સરકારને જાણ કરીને જણાવ્યું કે તે આ ડીલ રીજેકટ કરવા માંગે છે. હાલમાં પરસ્પરની વાતથી વિવાદનો અંત આવ્યો હતો.


Advertisement