દિવાળીનો ઉજાશ છવાયો : કાલે નૂતન વષૅના વધામણા

07 November 2018 11:14 AM
Rajkot Gujarat
  • દિવાળીનો ઉજાશ છવાયો : કાલે નૂતન વષૅના વધામણા

નવ વષૅમાં મોંઘવારીની નાગચૂડમાંથી છૂટવાની પ્રાથૅના સાથે અાશાના તોરણો બાંધતા લોકો : અાજે શારદાપૂજનરુચોપડા પૂજન થશે : રાત્રે અાકાશ અાતશબાજીથી ઢંકાશે : ઘેર ઘેર રંગોળી અને દીવડા : ગુરૂવારે સાલ મુબારકરુશુક્રવારે ભાઈબીજ પુરૂ સપ્તાહ રજાનો માહોલ રહેશે

Advertisement

રાજકોટ, તા.૭ વિક્રમ સંવત ર૦૭૪નો અાજે અંતિમ દિવસ છે અાવતીકાલ વિક્રમ સંવત ર૦૭પનો નૂતન વષૅનો પ્રથમ દિન છે. જાજરમાન જીવન જીવવાના શ્રી ગણેશ માંડવાનો કે પાનુ બદલવાનો પ્રથમ દિવસ દિપાવલીની રાત્રીઅે સારારુનરસા કાયોૅનું સિંહાવલોકન કરી, નૂતન વષૅના નવ સંકલ્પ સાથે માતા પિતા, સ્નેહી, સ્વજન, સદગુરૂના શ્રી ચરણમાં શરણ લેતા નતમસ્તકે નમન કરી, નૂતન વષૅ માટે, નવશકિત, નવો પ્રકાશ, નવી પ્રેરણા, નવી અાશા, અાશીવાૅદ પ્રાપ્ત કરતા, જુના વાદ વિવાદ વિખેરી, સંવાદ ઉત્પન્ન કરવા જૂના રાગદ્વેષ, વેરઝેર ભૂલી જઈને શત્રુનું પણ શુભ ઈચ્છવાનો, શુભ સંકલ્પ કરવાનો, દુગુૅણ, દૂરાચારને દફનાવવા, કટીબઘ્ધ થવા પ્રતિજ્ઞા લેવાનો પ્રભાવક પવૅ નૂતન વષૅ છે.અા દિવસને ત્રિપદા,બલિપ્રદા પણ કહે છે. નૂતન વષૅના દિવસે ભગવાન શ્રીકૃષ્ણે ગોવાળીયાઅોની ભયથી ચાલી અાવતી ઈન્દ્રપૂજા અટકાવી, બંધ કરાવી, પાલન, પોષણકતાૅ પ્રત્યક્ષ દેવ અેવા ગોવધૅન પવૅતની પૂજા શરૂ કરાવેલી અથાૅત પવૅત ઉપર વહેતા ઝરણાઅોને નહેરોમાં વાડી ખેતી સમૃઘ્ધ બનાવી. અા પવૅ અન્નકુટોત્સવ તરીકે પણ અોળખાય છે. ચોમાસા દરમ્યાન જે કંઈપણ પામ્યુ છે તેનો ઢગલો પ્રભુ સમક્ષ કરી તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાનો 'તારૂ તુજને અપૅણ' અે ભાવ દશાૅવતું અા પવૅ છે. અાવતીકાલે નૂતન વષેૅ મંદિરોમાં વિવિધ વાનગીઅો બનાવીને ભગવાન પાસે ધરવામાં અાવે છે અથાૅત અન્નકુટ ભરાય છે અને પ્રસન્નતા વ્યકત કરવામાં અાવે છે. અાવતીકાલે વિક્રમ સંવત ર૦૭પના નૂતન વષૅના દિને સ્નેહમિલનના જ્ઞાતિ, સમાજના કાયૅક્રમો યોજાશે. અેકબીજાને નૂતન વષૅના વધામણા કરશે શુક્રવારે ભાઈબીજનો પવિત્ર તહેવાર ઉજવાશે. ભાઈ બહેનોને ત્યાં ભોજન અથેૅ જશે અને ભાઈબીજની ઉજવણી કરશે. ભગવાન મહાવીર સ્વામીનું નિવાૅણ કલ્યાણક જૈનોના ર૪મા તીથૅકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું અાજે નિવાૅણ કલ્યાણક છે.અાવતીકાલ પરોઢિયે વીર પ્રભુના પ્રથમ ગણધર ગુરૂ ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન થયું હતું. તેથી જૈનો વીર પ્રભુના નિવાૅણ કલ્યાણક નિમિતે તથા ગુરૂ ગૌતમસ્વામીના કેવળજ્ઞાન નિમિતે માળા રુઅારાધના કરશે અાવતીકાલે જિનાલયોના દ્વારોદઘાટન તથા મહામાંગલિક થશે. સ્થા. જૈન ઉપાશ્રયોમાં માંગલિક સાથે સ્નેહમિલનના કાયૅક્રમો યોજાશે. અાજે દિવાળીના દિવસે વેપારીઅો ચોપડા પૂજન, શારદાપૂજન કરશે. ઘરે ઘરે રંગોળી અને દીવડાનો ઉજાશ પથરાશે.રાત્રે અાતશબાજીનો નઝારો જોવા મળશે. તા. ૧રના સોમવારે લાભ પાંચમનો પરમ પવિત્ર છે. અા દિવસે વેપારીઅો પોતાનો વેપાર શરૂ કરશે જેનો લાભ પાંચમનો દિવસ જ્ઞાન પંચમી તરીકે ઉજવે છે. જિનાલયોમાં ભાવિકો જ્ઞાનપૂજા કરીને જ્ઞાનપંચમીની ઉજવણી કરશે. કચ્છ સરહદી જિલ્લા કચ્છમાં અાજે દિવાળીના પવૅની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. વહેલી સવારે જ દેવ મંદિરો અને મકાનો પર દીપમાળા અને રોશની કરાઈ હતી. જયારે ભૂજના નૂતન સ્વામિનારાયણ મંદિર સંકુલમાં દિવાળીની રાત્રે ૧પ૦૦૦ દીવાઅો પ્રગટાવતા અદભુત માહોલ સજાૅયો હતો. લોકોઅે અાસોપાલવના તોરણ, કમળના ફુલ અને અેરાયારુમેરાયાની ખરીદી કરી હતી. જોકે અા વષેૅ ફટાકડા ફોડવા પરની સવોૅચ્ચ અદાલતની માગૅદશિૅકાઅોને કારણે તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્તને લઈને અાતશબાજીનું પ્રમાણ ખુબ અોેછું થઈ જવા પામ્યું હતું. રાજાશાહીના જમાનાની બજારો જેવી કે શરાફ બજાર, જુની શાકમાકેૅટ વિસ્તાર, ડાંડા બજાર અને મહેરલી ચોક જેવા વિસ્તારોમાં દિવાળીની છેલ્લી ઘડીની ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો. ભુજના હાટકેશ્ર્વર મહાદેવ સહિતના મંદિરોમાં નયનરમ્ય રંગોળીઅો પુરવામાં અાવી હતી.


Advertisement