બ્લુ વેવ કે રેડ ટાઈડ! ટ્રમ્પ માટે મુશ્કેલી?

07 November 2018 11:12 AM
India
  • બ્લુ વેવ કે રેડ ટાઈડ! ટ્રમ્પ માટે મુશ્કેલી?

અમેરિકી મીડ ટર્મ ચૂંટણીના પરિણામોનો પ્રારંભ : હાઉસ ઓફ રીપ્રેઝેન્ટેટીવની 235 બેઠકોમાં ડેમોક્રેટીક બહુમતીના સંકેત: સેનેટ પર રીપબ્લીકન કબ્જો યથાવત રહેશે : ગવર્નરમાં પણ રસાકસી

Advertisement

વોશિંગ્ટન: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શાસનની પ્રથમ મતદાર કસોટી જેવી મધ્ય સત્ર ચૂંટણીમાં ગઈકાલના મતદાન બાદ પરિણામો આવવાનો પ્રારંભ થઈ રહ્યો છે અને અમેરિકી સંસદના બન્ને ગૃહો હાઉસ ઓફ રીપ્રેન્ટેટીવ અને સેનેટ ઉપરાંત 36 રાજયોના ગવર્નરની ચૂંટણીમાં પ્રાથમીક તબકકે પ્રમુખ
ટ્રમ્પને મુશ્કેલી પડે તેવી ધારણા છે.
હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવના 435 સભ્યો દર બે વર્ષે ચૂંટાય છે અને અમેરિકી પાવરફુલ સેનેટના 100 સભ્યોમાંથી એક તૃતીયાંશ સભ્યો ચૂંટણી પણ દર બે વર્ષે થાય છે અને તેની સાથે અમેરિકાના 36 રાજયોમાં ગવર્નરની ચૂંટણી થઈ રહી છે. હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવમાં બહુમતી માટે 218 બેઠકોની જરૂર રહે છે. જયારે સેનેટમાં 51 બેઠકો સાથે બહુમતી મળી છે. આજે થઈ રહેલ ચૂંટણીમાં છેલ્લા પરિણામ મુજબ 435 બેઠકોના હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવમાં ડેમોક્રેટીક પક્ષ બહુમતી મેળવી જાય તેવા સંકેત છે પણ મહત્વની સેનેટમાં રીપબ્લીકન પાર્ટીનું વર્ચસ્વ જળવાઈ રહેશે.
હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવમાં જો રીપબ્લીકન પાર્ટી બહુમતી ન મેળવે તો ડોનાલ્ડ ટ્રમ્પના હેલ્થકેર સહીતના કાર્યક્રમોમાં તેણે ડેમોક્રેટીક સાથે સમજુતી કરવી પડશે. હાલના તબકકે સેનેટમાં રીપબ્લીકન પાર્ટીને 49 અને ડેમોક્રેટીક પક્ષને 38 બેઠકો મળી છે. જયારે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેન્ટીવ 218 બેઠકોની બહુમતીમાં રીપબ્લીકન પાર્ટી 126 અને ડેમોક્રેટીક 110 બેઠકો મેળવી છે પણ અમેરિકી રીઝલ્ટના સંકેત કરે છે કે સરેરાશ અમેરિકી મતદારોએ ટ્રમ્પની આર્થિક નીતિને પસંદ કરી છે. સેનેટની 100 સભ્યોમાં 35ની ચૂંટણી યોજાઈ રહી છે અને જો તે 23 બેઠકો જીતે તો સેનેટ પર કબ્જો કરશે પણ હાલના સંકેતો મુજબ રીપબ્લીકન 51-49થી તેની બહુમતી જાળવી શકશે. અમેરિકામાં 2016શ્રી પ્રમુખપદની ચૂંટણી કરતા આ મીડટર્મ ઈલેકશનમાં વધુ મતદાન થયું છે.


Advertisement