બિલ ગેટસે માનવ મળ સાથેનો જાર રજુ કરી ટોયલેટનું મહત્વ સમજાવ્યું

06 November 2018 05:26 PM
India
  • બિલ ગેટસે માનવ મળ સાથેનો જાર રજુ કરી ટોયલેટનું મહત્વ સમજાવ્યું

Advertisement

બીજીંગ, તા. ૬ વિશ્ર્વના સૌથી ધનવાન વ્યકિતઅોમાં સામેલ અને માઈક્રસોફટના સ્થાપક ચેરમેન બિલ ગેટસ ચીનના બીજીંગમાં સૌને અાશ્ર્ચયૅમાં મુકી દીધા હતા. ફયુચર અોફ ટોયલેટ ઈન બીજીંગ પરના અેક સેમીનારમાં તેઅો જયારે ઉદબોધન કરવા હાજર થયા તો તેમની સાથે અેક જાર હતો અને તેમાં માનવ મળ રાખવામાં અાવ્યો હતો. બીલ ગેટસનો અાશય અે બાબત પર ઘ્યાન દેવાનો હતો કે વિશ્ર્વના વિકાસશીલ દેશોના નાગરીકો ટોયલેટની જે સમસ્યા અનુભવી રહયા છે અને તેનાથી જે અસર થાય છે તે દશાૅવવાનો હતો. તેઅોઅે કહયું કે સેનીટેશન વગર તમે અાવી પરિસ્થિતિ અનુભવી શકો છો તેનો કહેવાનો અથૅ ખુલ્લામાં મળ ત્યાગનો હતો. તેઅોઅે કહયું કે અા ફકત જીવનની ગુણવતાનો સવાલ નથી પરંતુ તેનાથી જે રોગ થાય છે અને મૃત્યુ થાય છે તેની તરફ મારે ઘ્યાન દોરવાનો અાશય છે.


Advertisement