સહેલગાહ માટે ટ્રાવેલ્સ-અેરટીકીટ બુકીગમાં મંદીનો ભરડો: ટ્રેનનો-ST હાઉસફૂલ

06 November 2018 05:18 PM
Rajkot Gujarat
  • સહેલગાહ માટે ટ્રાવેલ્સ-અેરટીકીટ બુકીગમાં મંદીનો ભરડો: ટ્રેનનો-ST હાઉસફૂલ
  • સહેલગાહ માટે ટ્રાવેલ્સ-અેરટીકીટ બુકીગમાં મંદીનો ભરડો: ટ્રેનનો-ST હાઉસફૂલ
  • સહેલગાહ માટે ટ્રાવેલ્સ-અેરટીકીટ બુકીગમાં મંદીનો ભરડો: ટ્રેનનો-ST હાઉસફૂલ
  • સહેલગાહ માટે ટ્રાવેલ્સ-અેરટીકીટ બુકીગમાં મંદીનો ભરડો: ટ્રેનનો-ST હાઉસફૂલ

પેટ્રોલ-ડીઝલના ભાડાવધારા અને મોંઘવારીના ફુફાડાના પગલે દિપાવલીનો માહોલ અા વખતે નિરસ નૈનીતાલ, ભૂતાન, સીગાપુર મલેશીયા, થાઈલેન્ડ દુબઈ માટે અેરટીકીટ બુકીગ પણ વેપારમાં ર૦ ટકાનો ઘટાડો ટ્રાવેલ્સ બુકીગમાં પણ પરીસ્થિતિ વિપરીત: ભાડામાં કોઈ વધારો નહી છતા ઉડે ઉડેનો માહોલ લકઝરી બસોમાં પણ જાેઈઅે તેવો ટ્રાફીક પકડાયો નથી: માત્ર રેલ્વે અને અેસ.ટી. બસોમાં ચિક્કારગીદીૅ

Advertisement

રાજકોટ તા. ૬ પેટ્રોલ-ડીઝલના ભાડા વધારા અને મોંઘવારીઅે મારેલા ફૂફાડાના પગલે અા વખતે દિપાવલીનો માહોલ નીરસ રહેવા પામેલ છે. બજારોમાંથી પણ તેજીની ચમકરુગમક ગાયબ થઈ જવા પામેલ છે. અામ તો નોટબંધી બાદ બજારમાં વેપારની ગાડી જોઈઅે તેવી પાટા પર ચડેલ નથી. અા વખતે દીપાવલીના વેકેશનમાં પ્રારંભ થવા છતાં સહેલગાહ માટે ટ્રાવેલ્સ અને અે ટીકીટ બુકીંગમાં મંદીનો માહોલ હજુ છવાયેલો રહે છે. પ્રતિ વષૅ દીપાવલીના વેકેશન પૂવેૅ જ ટ્રાવેલ્સ અને અે ટીકીટ બુકીંગ ફુલ થઈ જતા હતા જયારે અા વખતે પરિસ્થિતિ કંઈક અલગ જ રહેવા પામી છે. જેમાં ટ્રાવેલ્સ સંચાલકો તો ભયંકર મંદીનો અવસર કરી રહ્યા છે.
અેરટીકીટ બુકીંગમાં કંપનીઅો દ્રારા દર વષૅની જેમ અા વખતે પણ ભાડામાં તોતીંગ વધારો ઝીકી દીધો છે. જો કે ગત વષૅની સરખામણીમાં વીમાની ટ્રાફીકમાં મંદીના મારના કારણે થોડો ઘટાડો રહેવા પામેલ છે. અા અંગે રીઘ્ધી સીઘ્ધી ટ્રાવેલ્સના મિલન કોઠારીના સંપકૅ કરાતા તેઅોઅે સાંજ સમાચારમાં અાપેલી માહિતીમાં જણાવ્યુ હતુ કે દર વષૅની જેમ અા વખતે દીપાવલી અને નૂતન વષૅની રજાઅોમાં રાજકોટ સ્થિત સહેલગાહ માટે નૈનીતાલ, ભૂતાન, સીગાપુર, મેલેશીયા, બેંકકોક, થાઈલેન્ડ, દુબઈ સહિતના સ્થળો પર ફરવા માટે સહેલાણીઅોમાં બુકીગ થયા છે. દીપાવલી વેકેશન પડતાની સાથે જ સહેલાણીઅો સહેલગાહે જવા માટે રવાના થઈ રહ્યા છે. પરંતુ અા વખતે વેપારમાં ગત વષૅની સાપેક્ષમાં ર૦% નો ઘટાડો નોંધાયો છે. મીલન કોઠારીઅે વધુમાં અેવુ પણ જણાવ્યું હતું કે વીમાની કંપનીઅો દ્રારા દર વખતની જેમ અા વખતે પણ દીપાવલીના તહેવારોમાં મોકાનો લાભ ઉઠાવીને ભાડામાં તોતીગ વધારો ઝીકી દીધો છે. અોફ સીઝનમાં મુંબઈ અને દિલ્હીનું વીમાની ભાડુ રૂા. ૩પ૦૦ થી ૪૦૦૦/રુ જેટલુ વસુલવામાં અાવતું હતું. જયારે અાજે દીપાવલી વેકેશનમાં મુંબઈ અને દિલ્હીના વિમાની ભાડા વધારીને કંપનીઅો દ્રારા ૧૮ થી ર૦ હજાર જેટલા વસુલવામાં અાવી રહ્યા છે. ગત વષૅની સરખામણીમાં ચાલુ વષેૅ વીમાની ટ્રાફીકમાં મોંઘવારીના મારના લઈને થોડા અંશે ઘટાડો થવા પામેલ છે. જયારે કિસ્મત ટ્રાવેલ્સમાં જગદીશભાઈઅે જણાવ્યું હતું કે દિપાવલી અને નૂતન વષૅની રજાઅોમાં અા વખતે મંદીનો ભયંકર અોછાયો પડેલ હોય. કાર અને મિની બસોમાં બીલકુલ બુકીગ થવા પામેલ નથી. અેક સમય અેવો હતો કે દિપાવલીના તહેવારમાં લોકોની ગાડીઅો ભાડે મેળવવી મુશ્કેલ બની જતી હતી.
જયારે અાજે મંદીના માહોલમાં પરીસ્થિતિ પલટાયેલ છે. પેટ્રોલરુડીઝલમાં ભાડામાં વધારો છતા કાર અને નાની લકઝરી બસોના ભાડામાં કોઈ વધારો થવા પામેલ નથી. તેમ છતા અા વખતે મંદીના કારણે જે બુકીંગ થવા પામેલ નથી. ઈગલ ટ્રાવેલ્સના જીલુભાઅે અા બાબતે જણાવ્યુ હતું કે ટ્રાવેલ્સનું બસોમાં ગત વષૅના દિપાવલીના તહેવારોમાં સરખામણીમાં અા વષેૅ ટ્રાફીકમાં ૧પ થી ર૦% નો ઘટાડો રહેવા પામેલ છે. ટ્રાવેલ્સની બસોમાં તહેવારોમાં લઈને કોઈ નોંધપાત્ર ટ્રાફીક હજુ જોવા મળતો નથી. અહીં ઉલ્લેખનીય છે કે ટ્રાવેલ્સ અને અેર ટીકીટના બુકીંગમાં અા વખતે મંદીનો માર મહદઅંશે જાેવા મળેલ છે. જયારે અેસ.ટી. બસો અને ટે્રનોમાં ભાડા ટ્રાવેલ્સો કરતા ખાસા ફીકાયતી હોય લોકો ગુજરાત અને દેશના રાજયોમાં જવા માટે અા વખતે મોટા ભાગે ટ્રેનોમાં બુકીગ કરાવેલ હોય ટે્રનોમાં હાઉસફુલ ટ્રાફીક જોવા મળી રહ્યો છે. અહી અે પણ ઉલ્લેખનીય છે કે રાજકોટથી દ્રારકારુસોમનાથ તેમજ દીવ જવાવાળા મુસાફરોની સંખ્યા વધી રહી હોય અેસ.ટી. તંત્ર દ્રારા અા રૂટ ઉપર વિશેષ બસો દોડાવવામાં અાવી રહી છે.

બસ સ્ટેન્ડ - રેલ્વે પ્લેટફોર્મ બહાર રિક્ષાચાલકો ટ્રાવેલ્સના વાહનોનો આતંક
નવા બસ સ્ટેન્ડ - રેલ્વે સ્ટેશન બહાર જાહેર રોડ પર કેટલાક રીક્ષા ચાલકોનું પોતાના વાહન આડેધડ પાર્કિગ કરી ટ્રાફિકમાં નડતરરૂપ બની રહ્યા છે. આ વાહનચાલકો સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી છે તો બીજીબાજુ તહેવારો નિમિત્તે એસ.ટી બસના ન્યુસન્સ પોઈન્ટ, એસ.ટી બસ સ્ટેન્ડ બહાર ઉભા રહેતા અમુક ખાનગી ટ્રાન્સપોર્ટ સંચાલકો પોતાના અડાઓ જમાવીને ગેઇટ નજીક ઉભા રહી બુમો પાડી સૌરાષ્ટ્રના મુસાફરોને તફડાવી જય રહ્યા છે. આ મામલે પણ એસ.ટી તંત્રએ લાલ આંખ કરવી જરૂરી બની છે.

રેલ્વે ટીકીટના ધૂમ કાળાબજાર
શહેરની ટુર્સ ટ્રાવેલ્સની દુકાનોમાં ગેરકાયદેસર રીતે કમિશન મેળવી રેલવે ટિકિટનું બુકિંગ થઈ રહ્યું છે. તહેવારો અને મુસાફરોના ઘસારાનો લાભ લઇ ઉંચુ કમિશન મેળવી ગેરકાયદેસર રીતે ટિકિટોનું બુકિંગ કરવામાં આવી રહ્યું છે. આઇઆરસીટીસીની વેબસાઈટ પરથી ખાસ સોફ્ટવેર ની મદદથી પોતાની પર્સનલ આઈ.ડીમાંથી બુકિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘણા ખરા લોકો લાયસન્સ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યા છે. આર.પી.એફ પોલીસે પણ સતર્ક બની આવા કમિશન એજન્ટોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવી જરૂરી બની છે.

બસ સ્ટેન્ડ-રેલ્વે પ્લેટફોર્મમાં તસ્કરો થયા સક્રિય !
દિવાળીના તહેવારો નિમિતે નવા બસસસ્ટેન્ડ અને રેલ્વે પ્લેટફોર્મ પર મુસાફરોની મેદની જોવા મળતા ગઠિયા અને તસ્કરોની ટોળકી પણ સક્રિય બની હોવાની ફરિયાદો ઉઠી છે. રેલ્વે પ્લેટફોર્મ અને બસ સ્ટેન્ડમાં શંકાસ્પદ હાલતમાં આંટાફેરા કરતા શખ્સો પણ જોવા મળ્યા હતા. તો બીજી બાજુ તાજેતરમાં બસ સ્ટેન્ડમાંથી 5 બાઇકો ચોરી થયાની પોલીસ ફરિયાદ એ ડિવિઝન પોલીસ મંથકમાં નોંધાઇ છે. તહેવારો સમયે સિક્યુરિટી ગાર્ડે પોલીસે સચેત થવું જરૂરી છે. ભીડ વાળા વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી પાકિટમારો- ચોરોને પકડી પાડવા માટે લોકમાંગ ઉઠી છે. તો પોલીસે પણ સીસીટીવી કેમેરા મારફતે પણ સઘન ચેકિંગ કરવું જોઈએ તેવી ફરિયાદો ઉઠવા પામી છે.


Advertisement