જસદણમાં ભાજપે જિલ્લા પંચાયત સીટ દીઠ ઈન્ચાજૅ જાહેર કયાૅ : મોહનભાઈ કુંડારીયા ચૂંટણી ઈન્ચાજૅ

06 November 2018 04:33 PM
Jasdan
Advertisement

ભાજપે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બનાવી જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં મોહનભાઈ કુંડારીયા ચૂંટણી ઈન્ચાજૅ જાહેર છે. હીરાભાઈ સોલંકી જયારે સહ ઈન્ચાજૅ, જયારે અમોમ શાહ જેઅો મુખ્યમંત્રીના ખાસ વિશ્ર્વાસુ છે. તેને સંકલનની જવાબદારી સોંપાઈ છે. પ્રદેશમાંથી ભવાનભાઈ ભરવાડ તથા જેઠાભાઈ ભરવાડને પણ જસદણમાં ઈન્ચાજૅ તરીકે ઉતાયાૅ છે અને શંભુનાથબાપુ ટુંડીયાને પણ તેવી જ જવાબદારી સોંપાઈ છે જયારે જસદણ શહેરની જવાબદારી નીતિન ભારદ્વાજ અને ગોંડલ વિસ્તારની જવાબદારી હાલમાં જ ગુજરાતમાં પ્રવેશની છુટ મેળવનાર પૂવૅ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સોંપવામાં અાવી છે. વિધાનસભા સંપકૅની કામગીરી ભરતભાઈ બોઘરાને અપાઈ છે. અામ ભાજપે અેક બેઠક પર શકય તેટલા વધુ દિગ્ગજોની ઉતારવા પ્રયાસ કયોૅ છે.


Advertisement