દીપડા ઈફેકટ : સચિવાલય ગેઈટમાં લોખંડના 'ભાલા' નખાયા

06 November 2018 04:28 PM
Ahmedabad Gujarat
  • દીપડા ઈફેકટ : સચિવાલય ગેઈટમાં લોખંડના 'ભાલા' નખાયા

Advertisement

ગાંધીનગર અંદાજિતો પ૦ વિધાથી વધુ વિસ્તારમાં પથરાયેલા નવા સચિવાલયમાં ગઈકાલે દીપડો ઘુસી જવાની ઘટના બાદ તંત્ર દ્વારા સચિવાલયના તમામ ગેટ ઉપર લોખંડનું ભાલા ટાઈપનું કવચ લગાડી દેવામાં અાવ્યું છે. રાજય સરકારના વહીવટી તંત્રને ઠપ્પ કરી દેનાર દિપડો સમગ્ર દિવસ દરમિયાન ચચાૅના અેરણે રહયો હતો. જોકે વન વિભાગ અને પોલીસ કમૅચારીઅોના અથાગ પરિશ્રમ બાદ અાખરે દીપડો પાંજરે પૂરાયો હતો. અાવી ઘટના ફરીથી બને નહીં. તે માટે વન વિભાગ ની સૂચનાથી અને સુરક્ષાના હેતુથી સચિવાલયના તમામ ૮ ગેટ ઉપર નીચેની તરફ લોખંડી ભાલા જેવું ફ્રેમિંગ કરી દેવામાં અાવ્યું છે. જેથી કરીને ભવિષ્યમાં કોઈપણ વન્યપ્રાણી સચિવાલયમાં ઘૂસી શકે નહીં. મનાઈ રહયું છે કે અંદાજિત ૪ કિ.મીના ઘેરાવામાં અાવેલા સચિવાલય કેમ્પસ ફરતે મોટાભાગની તમામ જગ્યાઅે સીસીટીવી કેમેરા લગાડી દેવામા અાવ્યા છે. પરંતુ નવા સચિવાલય કેમ્પસ માં પાકિૅંગ સ્થળ ઉપરાંત જયા વધુ પડતું ઝાડીરુઝાંખરા છે ત્યાં પણ સીસીટીવી કેમેરા લગાડવા ની દિશામાં તંત્ર વિચારી રહયું હોવાનો અહેવાલ છે.


Advertisement