શાહરૂખની ફિલ્મ ‘ઝીરો’ સામે શિખ સમુદાયનો વિરોધ

06 November 2018 04:19 PM
Entertainment
  • શાહરૂખની ફિલ્મ ‘ઝીરો’ સામે શિખ સમુદાયનો વિરોધ

Advertisement

નવી દિલ્હી: બોલીવુડના અભિનેતા શાહરુખખાનની ફીલ્મ ‘ઝીરો’ વિવાદમાં ફસાઈ છે. ભાજપના સાંસદ મનજીતસિંઘ ફિલ્મના ડીરેકટર આનંદ રાય અને અભિનેતા શાહરુખખાને ફિલ્મોની વાંધાજનક દ્રશ્ય દૂર કરવા જણાવ્યું છે અને દિલ્હી પોલીસને ફિલ્મ સામે ધાર્મિક લાગણીને દુભાવવા અંગેનો કેસ દાખલ કરવા પણ વિનંતી કરી છે. દિલ્હીના ધારાસભ્યએ ફિલ્મના પ્રોમો અને પોષ્ટરમાં એ દ્રશ્ય સામે વાંધો ઉઠાવ્યો છે જેમાં શાહરુખખાને ચડ્ડી પહેરી છે અને તેના હાથમાં શિખ ધર્મનું પ્રતિક કિરમાણ છે જે શીખ ધર્મનું અપમાન છે અને જો આ દ્રશ્ય દૂર કરવામાં નહી આવે તો શિખ સમુદાય આંદોલન કરશે તેવી ચેતવણી આપી છે.


Advertisement