સરકારની નજર રીઝર્વ બેન્કની અનામત પર: રૂા.3.60 લાખ કરોડ માંગ્યા હતા

06 November 2018 03:35 PM
India
  • સરકારની નજર રીઝર્વ બેન્કની અનામત પર: રૂા.3.60 લાખ કરોડ માંગ્યા હતા

રીઝર્વ બેન્કે ‘ના’ કહેતા વિવાદ સર્જાયો: કુલ રૂા.9.59 કરોડની રકમ રીઝર્વ પડી છે

Advertisement

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર અને રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા વચ્ચે ભલે જાહેરમાં વિવાદ હાલ ઠંડો પડી ગયો હોય પરંતુ આંતરિક વિખવાદ તથા સર્વોપરીતાની લડાઈ હજુ ચાલુ જ છે અને તેમાં સરકારની નજર રીઝર્વ બેન્ક પાસે જે રૂા.9.59 લાખ કરોડની રીઝર્વ છે તેના પર છે. સરકારે આ રકમમાંથી રૂા.3.60 લાખ કરોડ સરકારી ખાતામાં ‘ડિવિડન્ડ’ રૂપે ટ્રાન્સફર કરવા રીઝર્વ બેન્કને જણાવ્યું હતું. પરંતુ રીઝર્વ બેન્કે તેનો ઈન્કાર કર્યો છે અને ડિવિડન્ડ માટે જે નિયમો છે તેને અનુસરીને જ તે નિશ્ર્ચિત કરી સરકારને અપાશે તેવું જણાતા નાણા મંત્રાલયે રીઝર્વ બેન્ક પર ગુસ્સે થયું હતું. સરકારનો દાવો હતો કે રીઝર્વ બેન્કની જે રીઝર્વ છે તેના પર સરકાર રીઝર્વ બેન્ક બન્નેનો સંયુક્ત અધિકાર છે પણ રીઝર્વ બેન્કે તેનો જવાબ આપતા કહ્યું કે હાલ જે રીઝર્વ છે તેમાં મોટો ઘટાડો એ માઈક્રો ઈકોનોમીક સ્ટેબીલીટી માટે જોખમી બની જશે અને તેની કેન્દ્રની દરખાસ્ત રીઝર્વ બેન્કે સ્વીકારી ન હતી. આ સમયે રીઝર્વ બેન્કના બોર્ડ પર સરકારના કોઈ પ્રતિનિધિ ન હતા પણ બાદમાં આરએસએસ વિચારધારાના શ્રી એસ.ગુરુમૂર્તિની નિયુક્ત આ બોર્ડમાં થઈ અને તેઓએ આ રકમ ટ્રાન્સફર કરવાનો મુદો ફરી ઉઠાવ્યો પછી તે જાહેરમાં આવ્યો હતો. સરકારે એવો બચાવ કર્યો કે આ રકમનો ઉપયોગ રીઝર્વ બેન્ક સાથે સંતલત કરીને જ કરાશે. સરકારનો ઈરાદો આ ભંડોળથી બેન્કોની જે હાલની મૂડી આવશ્યકતા છે તે પુરી કરવાની તૈયારી હતી પણ રીઝર્વ બેન્કે કહ્યું કે આ બેન્કો સરકારની માલીકીની છે અને તેથી તેની કેપીટલ (મુડી) આવશ્યકતા સરકારે જ પુરી કરવી પડશે.
જો આ રીતે રીઝર્વ બેન્કના ભંડોળનો ઉપયોગ થાય તો તેનાથી નાણાબજારમાં ખોટા સંકેત જશે.
2017-18માં રીઝર્વ બેન્કે સરકારને રૂા.50000 કરોડ આપ્યા જ હતા અને બાદમાં તાકીદના ભંડોળ તરીકે વધુ રૂા.10000 કરોડ આપ્યા હતા. કુલ છેલ્લા ત્રણ વર્ષમાં તે સૌથી નીચી રકમ છે પણ રીઝર્વ બેન્કની દલીલ હતી કે નોટબંધીથી બેન્કને રૂા.21000 કરોડથી વધુની રકમનો વધારાનો ધર્મ થયો છે. રીઝર્વ બેન્ક આ રીઝર્વ ઉપરાંત સોનુ તથા કરન્સી રીઝર્વ રૂા.6.91 લાખ કરોડ અને ક્ધટીજન્સી ફંડમાં રૂા.2.32 લાખ કરોડ છે.


Advertisement