આલોક વર્મા- રાકેશ અસ્થાના વચ્ચેના વિવાદમાં ‘બંગાળ કનેકશન’

06 November 2018 03:33 PM
India
  • આલોક વર્મા- રાકેશ અસ્થાના વચ્ચેના
વિવાદમાં ‘બંગાળ કનેકશન’

25000 કરોડના ચીટફંડમાં ‘રાજકીય’ તપાસનો આરોપ

Advertisement

નવી દિલ્હી તા.6
સીબીઆઈના ટોચના બે અધિકારીઓ વચ્ચેના આંતરિક ધમાસાણમાં ‘બંગાળ કનેકશન’નો પર્દાફાશ થયો છે. પશ્ર્ચિમ બંગાળના 25000 કરોડના ચીટફંડ કેસની તપાસમાં રાકેશ અસ્થાનાએ કોલકતાના પોલીસ કમિશ્ર્નરને ભીંસમાં લેતા આલોક વર્માએ ડખલગીરી કરી હતી. 25000 કરોડના ચીટફંડ કેસની તપાસનો હવાલો રાકેશ અસ્થાના પાસે હતી. તેઓએ કોલકતા પોલીસ કમિશ્ર્નરને પુછપરછ માટે તેડાવવા ત્રણ વખત સમન્સ પાઠવ્યા હતા. સીબીઆઈ રાજકીય હેતુઓ સાથે તપાસ કરતી હોવાનો આક્ષેપ થયો હતો. આ કેસમાં તૃણમુલ કોંગ્રેસ જેવા રાજકીય પક્ષના સીનીયર નેતાઓ સામે આંગળી ચિંધાતી હતી અને સીબીઆઈ વધુ કડી ખોલવા પ્રયત્નશીલ હતી. સીબીઆઈએ પ્રથમ સમન્સ ગત ઓકટોબરમાં મોકલ્યું હતું. પ્રશ્ર્નાવલીના જવાબ આપવા અથવા આ બારામાં મીટીંગમાં હાજર રહેવા જવાબ આપ્યો હતો. પરંતુ સીબીઆઈએ રૂબરૂ પેશ થવા કહ્યું હતું.
એક સપ્તાહમાં બીજુ સમન્સ પાઠવાયુ હતું ત્યારે પોલીસ કમિશ્ર્નરે સીબીઆઈ વડાને ફરિયાદ કરી હતી. ચાર વર્ષ જુની તપાસમાં રાજકીય બદઈરાદો હોવાનો દાવો કર્યો હતો અને ચેતવણી પણ આપી હતી. થોડો વખત પ્રકરણ શાંત પડયા બાદ સાત મહિના પછી ત્રીજુ સમન્સ ઈસ્યુ થયુ હતું. રાકેશ અસ્થાના કોલકતા ગયા બાદ આ સમન્સ ઈસ્યુ થયુ હોવાથી સીબીઆઈ વડા નારાજ થયા હતા.
કોલકતા પોલીસના એક સીનીયર અધિકારીએ કહ્યું કે સીબીઆઈની કાર્યવાહી સામે પોલીસ કમિશ્ર્નર રાજીવકુમાર કાનુની પગલા લેવા પણ તૈયાર હતા. આ પ્રકરણમાં પોલીસ કમિશ્ર્નરને રાજકીય કારણોસર ફીટ કરવાનો ખેલ હતો.


Advertisement