રીઝર્વ બેન્ક એ સીટ બેલ્ટ: અકસ્માત નિવારવા સરકાર પહેરે: રાજન

06 November 2018 03:32 PM
India
  • રીઝર્વ બેન્ક એ સીટ બેલ્ટ: અકસ્માત નિવારવા સરકાર પહેરે: રાજન

હવે અકસ્માતમાં બચવું કે કેમ તે જોવાનું સરકારે છે: તમો ગવર્નર કે ડેપ્યુટી ગવર્નરની નિયુક્તિ કરો તો પછી તેના અવાજને સન્માન આપવું જોઈએ: મોદી સરકારને સીધી સલાહ આપતા રઘુરામ રાજન

Advertisement

નવી દિલ્હી તા.6
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા અને સરકાર વચ્ચેના વિવાદમાં પ્રથમ વખત ઝુકાવતા રીઝર્વ બેન્કના પુર્વ ગવર્નર અને શિકાગો યુનિવર્સિટીના પ્રાધ્યાપક રઘુરામ રાજને એવી ટકોર કરી કે રીઝર્વ બેન્ક એ સીટ બેલ્ટ જેવી છે અને સરકારે જો અકસ્માત નિવારવા હોય તો આ સીટ બેલ્ટ પહેરવો જોઈએ. રાજને કહ્યું કે હવે એ સરકારે નકકી કરવાનું છે કે તેણે સીટ બેલ્ટ પહેરવો કે નહી પરંતુ તે પહેરવાથી કમનસીબ અને કયારેક થતા અકસ્માત નિવારી શકાશે. તેઓએ હાલના રીઝર્વ બેન્ક તથા સરકારના વિવાદ પર વધુ પડતા કહ્યું કે જો સરકાર રીઝર્વ બેન્કને કોઈ ચોકકસ મુદે તેના વિચારવાનો અમલ કરવા ફરજ પાડતી હોય તો તેમાં ના કહેવાનો રીઝર્વ બેન્કને અધિકાર છે કારણ કે નાણાકીય સ્થિરતા અંતે રીઝર્વ બેન્કની જ જવાબદારી છે. તેમણે ઉમેર્યુ કે સરકાર અને રીઝર્વ બેન્ક વાટાઘાટ કરે તો તેનાથી કંઈ આભ તૂટી પડવાનું નથી. બંને કેટલાક મુદાઓ પર અસહમત થઈ શકે છે પરંતુ અંતે તો એકબીજાની સ્વાયતતાને ધ્યાનમાં રાખીને તેઓ સમાધાન પર આવી શકે છે. જયારે તમે કોઈ ગવર્નર કે ડેપ્યુટી ગવર્નરની નિયુક્તિ કરો તો તમારે તેને સાંભળવા જોઈએ. સરકારે તેનો મુદો રીઝર્વ બેન્ક સમક્ષ રજુ કરીને પછી નિર્ણય આરબીઆઈ પર છોડવો જોઈએ. બેન્કની જવાબદારી સંસ્થાઓને બચાવવાની છે. બીજા કોઈને હિતને નહી. તેઓએ નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીમાં જે તકલીફ સર્જાઈ છે તે અંગે બોલતા કહ્યું કે આ સંસ્થાઓને બેલઆઉટ કરવાની જવાબદારી રીઝર્વ બેન્કની નથી. બેન્ક સીસ્ટમમાં લીકવીડીટી નાંખી શકે છે પછી કોઈને ઉગારવા કે કેમ તે સરકારની જવાબદારી છે.

મેડીકલેઈમ લીધા બાદ ફપણ થતા રોગો પોલીસીમાં કવર કરવા જરૂરી: ઈરડા
વીમા ઓથોરીટી દ્વારા વર્કીંગ પેપર રજુ: ટુંક સમયમાં જ અમલની શકયતા
ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા (ઈરડા) એ બહુ સ્પષ્ટ કર્યુ છે કે કોઈપણ વ્યક્તિ મેડીકલેઈમ લે ત્યારબાદ પણ તે જો અલ્જમેર, પાર્કીંસન્સ, એચઆઈવી, એઈડઝ, ઝાડાપણા કે તેવી કોઈ બિમારીનો ભોગ બને તો પણ તે મેડીકલેઈમમાં કવર થઈ જવો જોઈએ. પોલીસી ખરીદતા સમયે આ રોગ દર્શાવ્યા ન હતા તેથી તે કવર થતું નથી તેવી દલીલ કરી શકાય નહી. ઈરડાની વર્કીંગ ગ્રુપ દ્વારા આ પ્રકારના 17 દર્દોને આગળ ધરાયા છે જેમાં કીડનીના દર્દોનો પણ સમાવેશ થાય છે. પેનલે સજેશ કર્યુ છે કે વીમા પોલીસીમાં આ પ્રકારના ફેરફાર કરીને મેડીકલેઈમ લેનારને રાહત મળવી જોઈએ. આ પ્રકારના કેસમાં નોન ડીસ્કલોઝ કંડીશન જે હોય છે તેમાં પોલીસી આપનાર કંપનીએ જો આ પ્રકારના દર્દોને કવર ન કરવા હોય તો તેનો અગાઉથી પોલીસી ધારકની સંમતિ લેવી જરૂરી છે.


Advertisement