નવા મોબાઈલ કનેકશનમાં આજથી ફીઝીકલ વેરીફીકેશન

06 November 2018 03:28 PM
India
  • નવા મોબાઈલ કનેકશનમાં આજથી ફીઝીકલ વેરીફીકેશન

આધાર આધારીત કેવાયસી સીસ્ટમ માટેની મુદત વધારવા સરકારની ના

Advertisement

નવી દિલ્હી તા.6
દેશમાં આધારના મર્યાદીત ઉપયોગ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચૂકાદાના પગલે ટેલીકોમ કંપનીઓ હાલ જે આધાર આધારીત વેરીફીકેશન સીસ્ટમ અપનાવે છે તેને યથાવત રાખવાની ટેલીકોમ કંપનીઓની માંગણીને ફગાવી દેવાઈ છે અને હવે ટેલીકોમ કંપનીઓએ તેની નવી મેન્યુઅલ કેવાયસી સીસ્ટમ અમલી બનાવવાની રહેશે. અગાઉ સરકાર દ્વારા તા.5 નવે. સુધીમાં ટેલીકોમ કંપનીઓને નવી કેવાયસી સીસ્ટમ કે જે અગાઉ અપનાવાતી હતી તે સુધારેલી એડીશન સાથે અમલમાં મુકવા જણાવાયું હતું જેની સામે ટેલીકોમ કંપનીઓએ સમય માંગ્યો હતો પરંતુ તે આપવાનો ઈન્કાર કરાયો છે.


Advertisement