ટેલીવીઝન ચેનલોમાં પસંદગીનો ગ્રાહકને અધિકાર: સુપ્રીમ કોર્ટ

06 November 2018 03:24 PM
India
  • ટેલીવીઝન ચેનલોમાં પસંદગીનો ગ્રાહકને અધિકાર: સુપ્રીમ કોર્ટ

હવે બ્રોડકાસ્ટર ચેનલોના બુકે અને કોઈ ચેનલ ફરજીયાત સબસ્ક્રાઈબ કરવાનું દબાણ કરી શકશે નહી: ટુંક સમયમાં જ નિયમોની જાહેરાત

Advertisement

નવી દિલ્હી તા.6
દેશમાં ડીટીએચ સહીતના ટેલીવીઝન ચેનલના પ્રસારણ કરતી બ્રોડકાસ્ટીંગ કંપનીઓ તથા ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડીયા વચ્ચે પ્રતિ ચેનલના ભાવ અંગે તથા ગ્રાહકોને ચેનલોના બુકેને બદલે તેની મનપસંદ ચેનલ જોવાનો વિકલ્પ આપવાના મુદે સુપ્રીમ કોર્ટમાં જે વિવાદ સર્જાયો હતો તેમાં ટ્રાઈનો વિજય થયો છે. સર્વોચ્ચ અદાલતે પણ ગ્રાહકોને મનપસંદ ચેનલ જોવાનો અધિકાર આપ્યો છે અને તેના કારણે ટુંક સમયમાં ડીટીએચ ધારકો માટે નવા પેકેજ ઓફર કરવા પડશે. ટ્રાઈના ચેરમેન શ્રી આર.એસ.શર્માએ જણાવ્યું કે સમગ્ર ચેનલ પેકેજ અત્યંત પારદર્શક હશે. જો એક ચેનલની કિંમત રૂા.5 હશે તો તે રૂા.5 જ વસુલી શકાશે. ફ્રી ટુ એર ચેનલનું કોઈ ભાડુ વસુલી શકાશે નહી અને કઈ ચેનલ જોવી તે દર્શકોનો અધિકાર થશે. ચેનલ બુકે કે પેકેજ ઓફર કરી શકશે નહી. ટુંક સમયમાં જ આ અંગે સરકાર સાથે મંત્રણા કર્યા બાદ ટ્રાઈ દ્વારા તેના નિયમો ઘડી શકાશે. બ્રોડકાસ્ટર કોઈ એક ચેનલ સાથે બીજી ચેનલ કલબ કરી શકશે નહી અને ગ્રાહકને તે રીતે નાણાકીય બોજો લાદી શકશે નહી. ટ્રાઈ દ્વારા જે રીતે મોબાઈલ કંપનીઓને તેની સેવાઓ અલગ અલગ ઓફર કરવા ફરજ પાડી છે તેવી સ્થિતિ હવે બ્રોડકાસ્ટર માટે કરાશે અને તેનાથી ગ્રાહક માટે બીલીંગ નીચું થશે.


Advertisement