દીપાવલીના દિને મોદી-મોહન ભાગવત અને યોગી આદીત્યનાથનો વારાણસીમાં જબરો શો

06 November 2018 03:22 PM
India
  • દીપાવલીના દિને મોદી-મોહન ભાગવત અને યોગી આદીત્યનાથનો વારાણસીમાં જબરો શો

વડાપ્રધાન અને સંઘ વડા લાંબા સમય બાદ પ્રથમ વખત સાથે દેખાશે: 202 મીટર ઉંચી ભગવાન રામની પ્રતિમાની જાહેરાત થશે

Advertisement

નવી દિલ્હી તા.6
તા.12 નવે.નો દિવસ વારાણસીના લોકો માટે ખાસ હશે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મતવિસ્તાર વારાણસીમાં દીપાવલી મનાવશે. જયારે તેમની સાથે આરએસએસના વડા મોહન ભાગવત પણ વારાણસીમાં હશે અને ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ પણ તેમની સાથે જોડાશે. વડાપ્રધાન તા.12ના રોજ વારાણસી પહોંચશે તેના એક દિવસ અગાઉ સંઘ વડા મોહન ભાગવત વારાણસી પહોંચવાના છે. તેઓ ત્રણ દિવસ અહી રોકાવા છે અને તે દરમ્યાન વારાણસીમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં એક કાર્યક્રમમાં શ્રીમોહન ભાગવત હાજર રહેશે. આમ મોદીના મતવિસ્તારમાં મોહન ભાગવત અને તેઓ પ્રથમ વખત સાથે એક જ મંચ પર એકત્ર થશે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ પણ અહી આવવાના છે અને તે સમયે સરયુ નદીના કિનારે 51 મીટર ઉંચા પ્લેટફોર્મ પર 151 મીટર ઉંચી ભગવાન શ્રી રામની પ્રતિમા મુકવાની જાહેરાત પણ થશે. આમ દિપાવલીના દિવસે વડાપ્રધાન અને મોહન ભાગવતનો સંયુક્ત જબરો શો થવાની શકયતા છે. અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે જે નવી ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે તે જોતા આ કાર્યક્રમ મહત્વનો બની રહેશે.


Advertisement